નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં યૂઝર્સની ઓળક તેના ફોલોઅર્સથી થાય છે. એટલે કે આ પ્લેટફોર્મ પર તમારા જેટલા વધારે ફોલોઅર્સ હશે એટલા જ તમે જાણીતા છો. જો તમારા વધારે ફોલોઅર્સ છે તો જાહેરાત અને અન્ય કંપનીઓ તમને સાઈન પણ કરે છે જ્યાં તમારે બસ તેમની બ્રાન્ડને તમારા પેજ પર અથવા તમારા પ્રોફાઈલ પર પ્રમોશન કરવાનું હોય ચે. પરંતુ જો કોઈ કહે કે તમારે તમારા તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરવાનું કહે તો કેવું લાગે.




અમેરિકાની એરલાઇન્સ કંપની જેટબ્લુએ ઓલ યુ કેન જેટ નામથી એક ઓફરની શરૂઆત કરી છે. જેમાં યુઝર્સ તેમના ઇન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડિલીટ કરે તો તેમને એક વર્ષ સુધી હવાઇ યાત્રા માટે નાણાં ચૂકવવા નહીં પડે. એક વર્ષ સુધી ફ્રીમાં હવાઇ યાત્રા કરવાનો લાભ મળશે. આ વાતની જાણકારી પોતે કંપનીએ ટ્વિટ કરી આપી છે.


જો તમે આનો લાભ મેળવવા માગો છો તો તમારે સૌથી પહેલાં લેપટોપ અથવા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં જવું પડશે. જ્યાં www.jetblue.com/aycj લિંક ઓપન કરો. જે બાદ તમારી સામે એક પેજ ઓપન થશે. જ્યાં તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલાં તો તમારે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની બધી પોસ્ટ ડિલીટ કરવી પડશે. જે બાદ તમને નીચે થર્ડ સ્પેટ દેખાશે, જ્યાં ડિલીટ કરેલી તસવીરોના સ્ક્રીન શોર્ટ અપલોડ કરવા પડશે. જે બાદ તમારે તમામ ખાલી જગ્યા ભરવી પડશે. જ્યાં ઓલ યુ કેન લખેલું હશે. જે બાત તમારે કંપનીના ટેમ્પલેટ સાથે @JETBLUE અને #ALLYOUCANJETSWEEPSTAKES હેસ ટેગ સાથે તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવું પડશે. આ ઓફર 8 માર્ચ સુધી વેલિડ છે.