નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ અને હાલની ટેલીકોમ કંપનીઓની વચ્ચે વિવાદ દિવસેને દિવસે વકરતો જ જઈ રહ્યો છે. આ કંપનીઓમાં ઇન્ટરકનેક્શનનો મુદ્દે સમાધન થયું નથીત્યાં રિલાયન્સ જિઓએ ભારતી એરટેલ, આઈિયા સેલ્યૂલર અને વોડાફોન પર આરોપ લગાવ્યો છે કે તે પોતાના ગ્રાહકોના મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સંબંધી વિનંતીને નકારી રહી છે.
જિઓનું કહેવું છે કે, અન્ય ટેલીકોમ કંપનીઓના ગ્રાહકો જિઓની સેવા લેવા માગે છે પરંતુ કંપનીઓ એમએનપીમાં તેની મદદ નથી કરી રહી. રિલાયન્સ જિઓએ આ અંગે ટેલીકોમ નિયામક ટ્રાઈને પત્ર લખ્યો છે. જિઓના આ આરોપો અંગે અન્ય ટેલીકોમ કંપનીઓની પ્રતિક્રિયા જાણી નથી શકાઈ. જોકે વોડાફોનના એક પ્રવક્તાએ કહ્યું કે, એમએનપીને મુદ્દો ટ્રાઈની સાથે બેઠકમાં સમાધાન થઈ ગયું હતું.