નવી દિલ્હીઃ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની નેતૃત્વ ધરાવતી નવી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો મે મહિનામાં સબ્સક્રાઇબર્સના આધાર પર એરટેલને પછાડીને બીજી સૌથી મોટી કંપની બની ગઇ છે. આ જાણકારી ટ્રાઇને ટાંકીને આપવામાં આવી છે. રિલાયન્સ જિયો વર્ષ 2016માં ભારતીય બજારમાં પ્રવેશી હતી અને કંપનીએ સસ્તા ડેટા અને ફ્રી અનલિમિટેડ કોલિંગ આપીને ટેલિકોમ સેક્ટરનું ચિત્ર જ બદલી દીધું  છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્ધારા જાહેર આંકડાઓ અનુસાર એપ્રિલથી મેના અંત સુધી ઓપરેટરના 8.2 લાખ નવા યુઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા છે. મહિનાના અંત સુધીમાં હવે કંપનીએ કુલ 323 મિલિયન વાયરલેસ  ગ્રાહક છે. આ લિસ્ટમાં વોડાફોન-આઇડિયા ટોપ પર છે. બંન્ને કંપનીઓને મર્જ કરીને આ નવી કંપની પાસે કુલ 387.6 મિલિયન ગ્રાહક છે. છેલ્લા મહિનામાં ભારતી એરટેલે યુઝર્સ ગુમાવ્યા છે. જિયો સિવાય બીએસએનએલે પણ નવા ગ્રાહક જોડ્યા છે જોકે, આ આંકડાઓ ફક્ત 24,276 છે.

ટ્રાઇએ પોતાનો ડેટામાં જણાવ્યું  હતું કે, દેશમાં વાયરલેસ સબ્સક્રાઇબર્સની કુલ સંખ્યા કેટલાક અંતરથી ઘટીને 1,162.30 મિલિયનથી 1,161.86 મિલિયન થઇ ગઇ છે. 31 મે સુધીમાં  દેશમાં પ્રાઇવેટ ઓપરેટર્સના ટોટલ સેલ્ચૂલર સબ્સક્રાઇબર્સ 89.72 ટકા છે. તે સરકારી કંપનીઓ બીએસએનએલ અને એનટીએનએલનું  ટોટલ માર્કેટ શેર દેશમાં 10.28 ટકા છે. ટ્રાઇના મતે વોડાફોન અને આઇડિયાનું માકેટ શેર દેશમાં 33.36 ટકા, જિયોનું 27.80, એરટેલનું 27.58 બીએસએનએલ 9.98 અને એમટીએનએલનું 0.30 ટકા માર્કેટ શેર છે.