નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ Jio Saarthi નામથી એક નવું ડિજિટલ અસિસ્ટેંટ લોન્ચ કર્યું છે. જે માયજિયો એપમાં ઉપલબ્ધ હશે. Jio Saarthi એક વોઇસ આધારિત ડિવાઇસ છે. ગ્રાહકોને તેમનો નંબર રિચાર્જ કરાવવામાં આસાની રહે તે માટે બનાવવામાં આવ્યું છે. જિયો સારથી માયજિયોએપમાં એન્ડ્રોઈડ અને ios બંને માટે આજથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે.


જે લોકોને માયજિયો એપ દ્વારા રિચાર્જ કરાવવામાં થોડી પરેશાની થતી હતી તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીનું માનવું છે કે Jio Saarthiથી વધારેને વધારે જિયો યૂઝર્સ ડિજિટલ રિચાર્જ કરવાનું શરૂ કરશે.



જિયોસારથી ડિજિટલ અસિસ્ટેંટ યૂઝર્સને રિચાર્જ પ્રક્રિયા દરમિયાન ગાઇડ કરશે. આ અસિસ્ટેંટ યૂઝર્સને રિચાર્ડ પ્રક્રિયા અંગે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ કરશે. ઉપરાંત તમારો કાર્ડ નંબર ક્યાંથી મળશે અને ક્યાં એન્ટર કરવાનો છે તે પણ જણાવશે. હાલ જિયો સારથીને હિન્દી ને અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે પરંતુ બાદમાં તેને 12 સ્થાનિક ભાષામાં પણ રજૂ કરવામાં આવશે.

જિયોસારથીનો ઉપયોગ કરવા માટે તમારે એપ ઓપન કરવી પડશે અને રિચાર્જ ઓપ્શનમાં જઈ જિયો સારથી અસિસ્ટેંટ પર ક્લિક કરવું પડશે. જે બાદ સારથી અસિસ્ટેંટ તમને ગાઈડ કરવાનું શરૂ કરશે.

કારગિલ વિજય દિવસ સમારોહમાં PM મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નહીં સમગ્ર દેશ લડે છે

વરસાદના કારણે મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ બોલીવુડની આ સ્ટાર એક્ટ્રેસ, સામે આવ્યો વીડિયો