નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણીની ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની રિલાયન્સ જિઓનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં અંદાજે 183 ટકા ઉછળીને 2520 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. કંપનીને વિતેલા વર્ષે આ જ ક્વાર્ટરમાં 891 કરોડ રૂપિયાનો ચોખ્ખો લાભ થયો હતો. આ જ ક્વાર્ટરની અંદર કંપનીની ઓપરેશનલ આવક પણ 33.7 ટકા વધીને 16557 કરોડ રૂપિયા રહી છે.


કંપનીના કુલ ગ્રાહક 39.83 કરોડ

કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 30 જૂન 2020 સુધીમાં વધીને 39.83 કરોડએ પહોંચી છે. એપ્રિલ જૂન ક્વાર્ટરમાં કંપનીના પ્રતિ ગ્રાહક સરેરાશ આવક 140.3 રૂપિયા પ્રતિ મહિના રહી છે.

મુકેશ અંબાણીએ વ્યક્ત કરી ખુશી

રિલિયાનસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘જિોની શરૂઆત એક મજબૂત અને સુરક્ષિત વાયરલેસ અને ડિજિટલ નેટવર્ક બનાવીને ભારતમાં બધાને ડિજિટલ કનેક્ટિવિટીનો લાભ આપવાની નજર સાથે થઈ. હવે તેર રોકાણકારો, જેમાંથી સૌતી મોટી ટેક્નોલોજી કંપનીઓ અને વૈશ્વિક રોકાણકારો સામેલ છે, હવે અમારી સાથે આ દૃષ્ટિકોણ શેર કરે છે.’

મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતીય સ્ટાર્ટઅપ અને વિશ્વ સ્તર પર જાણીતી ટેક્નોલોજી કંપનીઓની સાથે ભાગીદારીની સાથે જિઓ પ્લેટફોર્મ ડિજિટિલ વ્યવસાયો માટે આગામી તબક્કાની ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે.