કંપનીએ આ જાહેરાત કર્યા બાદ નવા IUC ટૉપ-અપ વાઉચર પ્લાન પણ જાહેર કર્યા છે. આ પ્લાન મુજબ અન્ય મોબાઇલ નેટવર્કમાં કૉલ કરવા માટે રૂપિયા 10થી લઈને 100 સુધીના વાઉચર બહાર પાડવામાં આવ્યા છે. ગ્રાહકોને 10 રૂપિયાના વાઉચરમાં અન્ય નેટવર્કમાં 124 મિનિટ્સનો ટૉકટાઇમ અને 1 જી.બી. ડેટા મળશે. જ્યારે આ પ્લાન મુજબ 20 રૂપિયાના વાઉચર પર 249 મિનિટ અને 2 જી.બી. ડેટા મળશે.
50 રૂપિયાના વાઉચર પર ગ્રાહકોને 656 મિનિટ્સનો અન્ય નેટવર્ક પરનો ટૉકટાઇમ અને 5 જી.બી. ડેટા મળશે જ્યારે જયારે 100 રૂપિયાના વાઉચર પર 1362 મિનિટ અને 10 જી.બી. ડેટા મળશે. આ વાઉચરમાં જી.એસ.ટી અલગથી લાગુ થશે.
જિઓનાં જે ગ્રાહકો બુધવારથી રિચાર્જ કરાવશે, તેમને અન્ય મોબાઇલ ઓપરેટર્સને કૉલ કરવા માટે આઇયુસી ટોપ-અપ વાઉચર્સ મારફતે મિનિટદીઠ 6 પૈસાનાં પ્રવર્તમાન આઇયુસી દરનો ચાર્જ લાગુ થશે. જ્યાં સુધી ટ્રાઈ ઝીરો ટર્મિનેશન ચાર્જની વ્યવસ્થા ન લાવેસ, ત્યાં સુધી આ ચાર્જ લાગુ થશે. “જિઓ આઇયુસી ટોપ-અપ વાઉચર વપરાશને આધારે સમકક્ષ મૂલ્ય જેટલો વધારાનો ડેટા પ્રદાન કરશે. એનાથી ગ્રાહકો માટે ટેરિફમાં કોઈ વધારો નહીં થાય.”