કરાંચીઃ બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના શેર બજારમાં પણ કોહરામ મચી ગયો છે. હુમલા બાદ કરાંચી સ્ટૉક એક્સચેન્જે 785.12 પૉઇન્ટનું ગાબડુ લગાવતા 38,821.67 પર બંધ થયો.
મંગળવારે કારોબાર દરમિયાન શેર બજારમાં લગભગ 2.02 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એર સ્ટ્રાઇક બાદ રોકાણકારોએ પોતાના શેર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી જેનાથી પાકિસ્તાની બજારોમાં કોહરામ મચી ગયો હતો.
વૈશ્વિક બજારોમાં નબળા સંકેત, નાણાંકીય અને રીયલ્ટી કંપનીના શેરોમાં વેચવાલીના દબાણથી ઘરેલુ શેર બજારો તૂટ્યા હતા. એક સમયે તો શેર બજાર તૂટીને 35,714.16 પૉઇન્ટથી નીચલા સ્તર પર આવી ગયુ હતુ. પણ પછીથી બજાર થોડુ સ્થિત થયુ અને ઉપર આવ્યુ હતું.
નોંધનીય છે કે, મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકે સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર બૉમ્બમારો કર્યો હતો. જેમાં 350થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.