Airtel
Aitelનો 298 રૂપિયાવાળો પ્લાન ઘણો લોકપ્રિય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં રોજનો 2GB ડેટા મળે છે. આ ઉપરાંત 100 SMS પણ રોજ ફ્રી મળે છે. કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આ પ્લાનમાં મળે છે. ઉપરાંત એરટેલ એક્સટ્રીમ, જી5 અને વિંક મ્યૂઝિક પ્રીમિયર એપનું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે.
Jio
Jioના 249 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં રોજ 2જીબી ડેટા અને 100 એસએમએસ આપવામાં આવે છે. તેમાં કોલિંગ માટે 1000 નોન જિયો મિનિટ અને જિયો-ટૂ-જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનની સાતે જિયો પ્રીમિયમ એપ સબ્સ્ક્રીપ્સન ફ્રીમાં આપવામાં આવે છે.
Vodafone
Vodafoneનો 249 રૂપિયાનો પ્લાન બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર કરવામાં આવે છે. રોજનો 2GB + 2GB ડેટા તેમાં મળે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ તેમાં આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5 જેવી પ્રીમિયમ એપનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે.
વિપક્ષની આલોચના બાદ ટ્રમ્પે પહેર્યુ માસ્ક, ખુદને ગણાવ્યા સૌથી મોટા દેશભક્ત
નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં'