જો તમારી પાસે પણ છે 10 રૂપિયાની આવી જૂની નોટ તો કમાઈ શકો છો તગડી રકમ
નવી દિલ્હીઃ અનેક લોકો જૂના જમાનાના 1 રૂપિયા કે 10 રૂપિયાની નોટ સંગ્રહ કરવાના શોખીન હોય છે. જોકે અનેક લોકો જૂની નોટોનું શું કરે છે તે સમજી શકતા નથી. પરંતુ જૂના જમાનાની દુર્લભ ચલણી નોટને ઓનલાઇન વેચીને તગડી કમાણી કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેવી હોવી જોઈએ 10 રૂપિયાની નોટઃ કમાણી કરાવનારી 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ જરૂર હોવો જોઈએ. વર્ષો પહેલા આ નોટ ચલણમાં હતી. 1943માં અંગ્રેજોના સમયમાં આ નોટ બહાર પાડવામાં આવી હતી. આ દસ રૂપિયાની નોટ પર ભારતીય સી ડી દેશમુખની સહી છે. નોટની એક બાજુ અશોક સ્તંભ અને બીજી બાજુ એક હોડી છે. આ ઉપાંત તેની પાછળની બાજુએ બંને સાઇડ અંગ્રેજી ભાષામાં 10 Rupees લખેલું છે.
જૂની 10 રૂપિયાની નોટથી કરી શકાય છે તગડી કમાણીઃ જે લોકો પાસે 10 રૂપિયાની જૂની નોટ છે તેઓ વેચીને તગડી કમાણી કરી શકે છે. તમારી પાસે રહેલી 10 રૂપિયાની નોટ સામાન્ય નોટ નહીં કઈંક ખાસ હોવી જોઈએ તે વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
કેવી રીતે વેચશો નોટઃ આ નોટ વેચવાથી 20 થી 25 હજાર રૂપિયા મળી શકે છે. આ નોટને તમે ઘરે બેઠા ઓનલાઇન વેચી શકો છો. જાણકારી મુજબ ઈન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ પર જૂની કરન્સી નોટને ઘરે બેઠા મોટી કિંમતે વેચી શકાય છે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -