Auto Expo 2020: હ્યુન્ડાઈએ Tucsonનું અપડેટ વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
Tucson 2020માં 2.0 લીટર બીએસ-6 ડીઝલ અને બીશ-6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. ડીઝલ એન્જિન 185PS નો પાવર અને 40.8 KGMનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન નવા-8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે. આ એસયુવીનું પેટ્રોલ એન્જિન 152 PSનો પાવર અને 19.6 KGMનો ટોર્ક જનરેટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTucson ગ્રેટર નોયડામાં યોજાયેલા ઓટો એકસ્પો 2016માં રજૂ કરવામાં આવી હતી. સ્માર્ટ ટેકનોલોજી અને કંફર્ટની સાથે દમદાર કનેકટિવિટી તથા એડવાન્સ સેફ્ટી ફીચર્સથી આ કાર લેસ છે. Tucson વિશ્વમાં સૌથી વધુ વેચાતી એસયુવી પૈકીની એક છે.
નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2020ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. દેશ દુનિયાની તમામ ઓટો મોબાઇલ કંપનીઓ આ વિશ્વસ્તરીય ઓટો શોમાં સામેલ થઈ છે. આ આટો શો જનતા માટે 7 થી 12 ફેબ્રુઆરી ખુલ્લો રહેશે. સાઉથ કોરિયન કાર મેકર હ્યુન્ડાઈએ Tucsonના અપડેટેડ વર્ઝનને લોન્ચ કર્યું છે.
જેમાં ફ્રન્ટ ગિલ નવી છે, હેડલાઇટ અપડેટ કરવામાં આવી છે. તમામ ઈન્ટિરિટિયર બ્લેક કલરનું છે. આ ઉપરાંત 6 એર બેગ, હિલ આસિસ્ટ, ડિસેન્ટ કંટ્રોલ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -