આધારકાર્ડમાં વારંવાર અપડેશનની મંજૂરી નથી. કોઈપણ વ્યક્તિ જીવનમાં માત્ર બે વખત જ આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરાવી શકે છે. જ્યારે જન્મતારીખને લઈ નિયમો વધારે કડક છે. આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ માત્ર એક જ વખત અપડેટ કરાવી શકાય છે. પ્રથમ વખત આધાર કાર્ડ બનાવતી વખતે નોંધવામાં આવેલી જન્મ તારીખને ત્રણ વર્ષની મહત્તમ રેંજ (વધારે કે ઓછી)માં બદલાવી શકાય છે. ઉપરાંત લિંગ પણ એક જ વખત બદલાવી શકાય છે.
આધાર કાર્ડમાં નામ બદલવાની શરતો
આધાર કાર્ડમાં નીચેની શરતો પર જ નામ અપડેટ કરાવી શકાય છે, જેમકે
-સ્પેલિંગમાં ભૂલ હોય
- ટૂંકા નામને ફૂલ કરવું હોય
- લગ્ન બાદ નામ બદલવાનું હોય
આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેલ અપડેટ કરાવવાકોઇ પ્રકારના ડોક્યુમેંટની જરૂર પડતી નથી. પરંતુ આ માટે ઓટીપીની જરૂર પડે છે. જો તમે આધાર કાર્ડમા કોઇ વિગત સુધારવા માંગતા હો તો https://uidai.gov.in/ પર જઈને જમણી બાજુ આપેલા 'Update Your Aadhaar Card' ટેબ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરી અપડેટ કરાવી શકો છો.