Aadhaar Download: આધાર કાર્ડ (Aadhaar Card) અને પાન કાર્ડ (PAN Card) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. તમારે દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર છે. આ આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલ કાર્ડ પર છપાયેલ 12-અંકનો અનન્ય નંબર છે. પરંતુ, જ્યારે આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ખોવાઈ જાય છે ત્યારે મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે. જ્યારે તમને તમારો આધાર કાર્ડ નંબર યાદ નથી હોતો ત્યારે આ સમસ્યા વધી જાય છે.


જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઈ-આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. નામની મદદથી, તમે આધાર કાર્ડ લિંક્ડ મોબાઇલ નંબર પરથી આધાર નંબર મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે નામની મદદથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે.


આધાર કાર્ડનું નામ ડાઉનલોડ કરવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે-



  • પૂરું નામ

  • આધાર કાર્ડ પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી.  


ઈ-આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો  



  • સૌથી પહેલા તમે UIDAIની ઓફિશિયલ લિંક https://resident.uidai.gov.in/lost-uideid પર જાવ.

  • તે પછી તમારું પૂરું નામ દાખલ કરો.

  • તે પછી મોબાઈલ નંબર નાખો.

  • તે પછી ઈમેલ આઈડી નાખો.

  • આ પછી Capcha નાંખો અને Sent OTP પર ક્લિક કરો.

  • તે પછી OTP નાંખો.

  • આ પછી લોગીન કરો.

  • આ પછી તમારા મોબાઈલ નંબર પર આધાર કાર્ડ નંબર મોકલવામાં આવશે.

  • આ પછી  તમારો 12 નંબરનો આધાર નંબર દાખલ કરો.

  • આ પછી Download e-Aadhaar પર ક્લિક કરો.

  • આ પછી તમને એક SMS મળશે.

  • પછી Capcha અને  Sent OTP પર ક્લિક કરો.

  • ત્યારપછી Verify & Download વિકલ્પ પર ક્લિક કરો.

  • આ પછી E-Aadhaar Download ડાઉનલોડ થશે.