Multibagger Stock Tips:  જો તમે બેંકિંગ સેક્ટરના કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગો છો, તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો (Union Bank of India) સ્ટોક તમને નફો આપી શકે છે. બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલે સારા નફા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેર પર દાવ લગાવ્યો છે. બ્રોકરેજ ફર્મે સરકારી માલિકીની બેંકના સ્ટોક પર રૂ. 65નો લક્ષ્યાંક રાખ્યો છે.


યુનિયન બેંકે સારી કમાણીના સંકેત આપ્યા છે, જે DHFL રીઝોલ્યુશનથી રિકવરી દ્વારા સમર્થિત છે. બેંકે ઉચ્ચ રાઈટ-ઓફ અને મજબૂત રિકવરી/અપગ્રેડ દ્વારા સહાયિત સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો દર્શાવ્યો છે.


બ્રોકરેજ પેઢીનું શું કહેવું છે ?


મોતીલાલ ઓસ્વાલના મતે, રિટેલ અને એગ્રી દ્વારા સંચાલિત નાણાકીય વર્ષ 22 માટે એડવાન્સ બુક 6-8% વધવાની સંભાવના છે, જે 12-13% નું મજબૂત ટ્રેક્શન દર્શાવવાનું ચાલુ રાખશે. મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, "જો કે, કોર્પોરેટ એડવાન્સિસમાં ઘટાડાને કારણે ધિરાણ વૃદ્ધિ ધીમી રહી હતી, જ્યારે રિટેલ, એગ્રીકલ્ચર અને MSME (RAM) સેગમેન્ટમાં સાધારણ વૃદ્ધિ રિકવરી જોવા મળી હતી.


મેનેજમેન્ટે સંકેત આપ્યો કે એસેટ ગુણવત્તામાં સુધારો ચાલુ રહેશે. જેમાં સ્લિપેજ ટ્રેંડમાં મોડરેશનથી મદદ મળશે જ્યારે સ્ટ્રેસ્ડ એસેટ રિઝોલ્યુશનથી વધુ વસૂલાત થશે.


બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે અમે FY22E/FY23E માટે ક્રેડિટ કોસ્ટ 2.2%/1.9% અને FY24E સુધી RoA/RoE માટે 0.8%/14.2% રહેવાની અપેક્ષા રાખીએ છીએ. અમે રૂ. 65 (0.7x Sep'21 ABV)ની લક્ષ્ય કિંમત સાથે બાય રેટિંગ જાળવી રાખીએ છીએ."


ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. એબીપી ન્યૂઝ કોઈને ક્યારેય રૂપિયા લગાવવાની સલાહ આપતું નથી.