નવી દિલ્હીઃ ફેબ્રુઆરી 2022 કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. તેમના પગારમાં વધારો થવાનો છે. જેમાં 6480 રૂપિયાથી લઇને 90 હજાર રૂપિયા વાર્ષિક સુધીનો વધારો થશે. આ વધારો મોંઘવારી ભથ્થા એટલે કે  Dearness Allowanceના રૂપમાં થશે. તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત હોળીની આસપાસ થઇ શકે છે. પરંતુ જાણકારોએ સ્પષ્ટ કર્યું કે જાન્યુઆરી 2022માં ડીએ કેટલુ વધશે.


એક્સપર્ટ હરિશંકર તિવારીએ જણાવ્યું કે ડિસેમ્બર 2021 માટે AICPI-IW (All India Consumer Price Index for Industrial Workers)ના આંકડાઓ જાહેર કર્યા છે. ડિસેમ્બરમાં આ 0.3 અંક વધીને 125.4 પોઇન્ટ પર આવી ગયા છે. જ્યારે નવેમ્બર 2021માં આ 125.7 પોઇન્ટ પર હતા. એટલે કે નવેમ્બર 2021ની તુલનામાં તેમાં 0.24 ટકાનો ઘટાડો આવ્યો છે. પરંતુ તેનાથી મોંઘવારી ભથ્થામાં વધારા પર ખાસ કોઇ અસર નહી થાય


મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે. તિવારીએ કહ્યું કે લેબર મિનિસ્ટ્રીએ AICPI IWના આંકડાઓ બહાર આવ્યા બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે. જેનો સીધો ફાયદો કરોડો કેન્દ્રિય અને રાજ્ય કર્મચારીઓને થશે. તેમના પગારમાં વધારો થશે. ડીએમાં આ વધારો જૂલાઇથી ડિસેમ્બર 2021 માટે રહેશે.


આ અગાઉ લેબર મિનિસ્ટ્રીએ નવેમ્બર 2021ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ આપ્યા છે. જેમાં નવેમ્બરમાં સૂચકાંકમાં 0.8 ટકા વધારો નોંધાયો હતો. નવેમ્બરમાં AICPI-IW 125.7 પર હતો. જ્યારે ઓક્ટોબરમાં 2021માં આ 124.9 પર હતો. તિવારીએ કહ્યું કે ઓક્ટોબર અને નવેમ્બરની સરખામણીએ ઇન્ડેક્સમાં ઘટાડો આવ્યો છે. આ આધારે કહેવામાં આવી શકે છે કે જાન્યુઆરી 2022માં ડીએમાં 3 ટકાનો વધારો થશે. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓનો ડીએ હાલમાં 28 ટકા છે. ડીએમાં છેલ્લે વધારો જૂલાઇ 2021માં કરવામાં આવ્યો હતો. હવે ત્રણ ટકાના વધારા બાદ આ 31 ટકા પર પહોંચી જશે.