જો તમે ચેક દ્વારા પેમેન્ટ કરો છો તો ચેક આપતા પહેલા વધારે સાવધાની રાખજો. ભારતીય રિઝર્વ બેંકે 1 ઓગસ્ટથી બેંકિંગ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. કેન્દ્રીય બેંકે 24 કલાક બલ્ક ક્લિયરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ફેંસલો લીધો છે. આ મહિનાથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ 24 કલાક કામ કરી રહ્યું છે.


એનએસીએચ તમામ દિવસ કામ કરી રહ્યું હોવાથી તમારે ચેકતી પેમેન્ટ કરતી વખતે વધારે સાવધાની રાખવાની જરૂર છે. કારણકે ચેક ક્લિયરિંગ હવે નોન વર્કિંગ ડે અને રજાના દિવસે પણ થઈ શકશે. તેથી ચેક આપતા પહેલા તમારા બેંક એકાઉન્ટમાં પૂરતી રકમ હોય તે સુનિશ્ચિત કરી લો, નહીંતર તમારો ચેક બાઉંસ થશે. ચેક બાઉંસ થવા પર પેનલ્ટી ભરવી પડશે.


એનએસીએચ શું છે


એનએસીએચ, નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત એક બલ્ક પેમેંટ સિસ્ટમ છે. જે ડિવિડંડ. વ્યાજ, પગાર અને પેંશનની ચુકવણી જેવી એકથી વધારે ક્રેડિટ ટ્રાંસફરની સુવિધા આપે છે. ઉપરાંત વીજળી, ગેસ, ટેલીફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રીમિયર સંબંધિત ચૂકવણીના કલેકશનની સુવિધા પણ આપે છે.


વધારે રકમના ચેક માટે નવા પેમેંટ નિયમ


આરબીઆઈએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચેક આધારિત લેણદેણની સેફ્ટી વધારવા માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે. જે અંતર્ગત 50 હજારથી વધારેની ચુકવણી માટે ડિટેલની ફરી પુષ્ટિ કરાવવી જરૂરી છે. આ પ્રક્રિયા અંતર્ગત ચેક જાહેર કનારા વ્યક્તિની ચેક સંબંધિત ડિટેલ ફરી આપવી પડે છે. તેમાં ચેક નંબર, ચેક ડેટ, ચેક રિસીવ કરનારનું નામ, એકાઉન્ટ નંબર, રકમ વગેરે સામેલ હોય છે.


ભારતીય રિઝર્વ બેંકે લોકોને જુની નોટો ખરીદવા અને વેચવાના નક્લી પ્રસ્તાવની ઝાળમાં ન ફસાવવા લોકોને આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેંકે એક નોટિફિકેશન દ્વારા લોકોને આ અપીલ કરી છે. આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું કે, કેટલાક તત્વો છેતરપિંડી માટે આરબીઆઈના નામ, લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. આવા તત્વો કમીશન, ટેક્સની માંગ કરી રહ્યા છે. ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી જુની નોટો અને સિક્કાની ખરીદી તથા વેચાણની બોગસ ઓફર આવામાં આવી રહી છે.આરબીઆઈએ જણાવ્યું કે, આ પ્રકારની લેણદેણમાં અમારી તરફથી કમીશન લેવા માટે કોઈ સંસ્થા, ફર્મ કે વ્યક્તિને નિમણૂક કરવામાં આવી નથી. કેન્દ્રીય બેંકે આ રીતે છેતરપિંડી કરનારા શખ્સોનો શિકાર ન બનવાની સલાહ આપી છે.