Reliance Industries Share: સામાન્ય રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધઘટ ખૂબ જ મર્યાદિત રેન્જમાં જોવા મળે છે. માર્કેટમાં મોટો કડાકો હોય ત્યારે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સ્ટોક મોટો ઘટાડો આવતો નથી હતો. પરંતુ શુક્રવારે કેન્દ્ર સરકારના નિર્ણયને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સપાટ થઈ ગયો હતો. સરકારે દેશની ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપનીઓ પર નિકાસમાંથી મળતા જંગી લાભને ધ્યાનમાં રાખીને વિન્ડફોલ ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. જ્યારે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર નિકાસ ડ્યુટી વધારવાની જાહેરાત કરી ત્યારે સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર પ્રતિ બેરલ રૂ. 23,450નો સેસ લગાવ્યો હતો.


રિલાયન્સનો શેર 9 ટકા ઘટ્યો હતો


સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પડી કારણ કે તે કંપની પેટ્રોલ, ડીઝલ અને એર ફ્યુઅલની મોટી નિકાસકારોમાંની એક છે. તે ક્રૂડ ઓઈલનું પણ ઉત્પાદન કરે છે. સરકારના આ નિર્ણય બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 9 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે શેર રૂ. 2595 પર બંધ થયો હતો. પરંતુ શુક્રવારે શેર રૂ.225 ઘટીને રૂ.2370ના સ્તરે આવી ગયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં પણ જબરદસ્ત ઘટાડો થયો છે. જોકે, નીચલા સ્તરેથી રિલાયન્સના શેરમાં રિકવરી જોવા મળી હતી અને હાલમાં શેર 6 ટકાના ઘટાડા સાથે રૂ.2440 પર ટ્રેડ કરી રહ્યો છે. સરકારના આ નિર્ણયને કારણે ચેન્નાઈ પેટ્રોલિયમનો સ્ટોક 13 ટકા ઘટીને 272.70 રૂપિયા થઈ ગયો છે. તો મેંગલોર રિફાઈનરીના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


કંપનીઓને મોટો નફો થતો હતો


વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દેશની સરકાર અને ખાસ કરીને ખાનગી ઓઈલ રિફાઈનરી કંપનીઓ રશિયાથી સસ્તામાં ક્રૂડ ઓઈલ આયાત કરીને તેને રિફાઈન કર્યા બાદ વિદેશમાં પેટ્રોલ, ડીઝલ અને એર ઈંધણ ઊંચા ભાવે વેચી રહી છે. જેના કારણે તેઓ ભારે નફો કમાઈ રહ્યા છે. વિદેશમાં વધુ પેટ્રોલ અને ડીઝલ વેચવાને કારણે દેશના ઘણા રાજ્યોમાં ઈંધણની કટોકટી સર્જાઈ છે. તે જ સમયે, આ કંપનીઓને સ્થાનિક કાચા તેલની નિકાસ પર પણ ફાયદો થઈ રહ્યો છે. જેના કારણે સરકારે આ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે.