Global Layoffs 2023: નાણાકીય કટોકટીનો (Financial Crisis) સમયગાળો સમગ્ર વિશ્વમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ઘણી મોટી ટેક કંપનીઓ (Tech Company Layoffs) એ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી જ તેમના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી હતી. કંપનીઓએ તેમના ખર્ચમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. નવા વર્ષ 2023માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહે તેવી શક્યતા છે. જાન્યુઆરી 2023માં અત્યાર સુધીમાં દુનિયાભરમાંથી લગભગ 68 હજાર કર્મચારીઓને તેમની નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જાણો આ રિપોર્ટમાં કઈ માહિતી સામે આવી રહી છે.


219 ટેક કંપનીઓએ 68 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે


2023માં માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવા કેટલાક મોટા નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. વૈશ્વિક સ્તરે, જાન્યુઆરી મહિનામાં દરરોજ સરેરાશ 3,400 થી વધુ ટેકનિકલ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને દૂર કરવા પર નજર રાખતી સાઇટ Layoffs.fyi એ તેના આંકડા શેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 219 કંપનીઓએ 68,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વર્ષ 2022 માં, 1,000 થી વધુ કંપનીઓએ 154,336 કર્મચારીઓની છટણી કરી છે.


વૈશ્વિક આર્થિક મંદીની અસર


વૈશ્વિક આર્થિક મંદીના ભય વચ્ચે બરતરફીની ઘટનાઓ વધી છે. વર્ષ 2022માં ટેક કંપનીઓમાંથી મોટા પાયા પર છટણી શરૂ થઈ હતી, જે નવા વર્ષમાં જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો તબક્કો આ વર્ષે પણ ચાલુ રહેવાની ધારણા છે. 2023 માં, મોટાભાગના વ્યવસાયિક અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે તેમની કંપનીઓ આગામી સમયમાં પગારપત્રકમાં ઘટાડો કરી શકે છે.


નોકરીમાં ઘટાડો થશે


અહેવાલો અનુસાર, નેશનલ એસોસિએશન ફોર બિઝનેસ ઇકોનોમિક્સ (NABE) ના પ્રમુખ જુલિયા કોરોનાડો કહે છે કે વર્ષ 2023 મંદીમાં પ્રવેશવા જઈ રહ્યું છે. આ વ્યાપક ચિંતાનો વિષય છે. માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી વધુ મોટી ટેક કંપનીઓ ચાલુ છટણીની સિઝનમાં જોડાઈ રહી છે, જેમાં ભારત સહિત વૈશ્વિક સ્તરે જાન્યુઆરીમાં સરેરાશ દરરોજ લગભગ 3,000 ટેક કામદારોની છટણી કરવામાં આવી હતી. જે ખૂબ જ ગંભીર છે.


નોંધનીય છે કે, વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચ એન્જિન કંપની Google સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૂગલે પહેલેથી જ લગભગ 12 હજાર કર્મચારીઓને તેમની ઓફિસમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક મોટી જાહેરાત કરી છે. જે બાદ ગૂગલમાં કામ કરતા કર્મચારીઓમાં હલચલ મચી ગઈ છે.