Employees Layoff: વર્ષ 2022 માં, 2021 ની સરખામણીમાં 649% વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. જો આ વર્ષે પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો મોટી સંખ્યામાં લોકો તેમની નોકરી ગુમાવે તેવી પૂરી શક્યતા છે.


Employees Layoff in 2023: આર્થિક મંદીના ભય અને કોવિડ-19ના પુનરાગમનને કારણે વિશ્વભરમાં છટણીનો તબક્કો ચાલુ થઇ ગયો છે. નવા વર્ષના માત્ર 6 દિવસમાં જ ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે, આ વર્ષના પ્રથમ 6 દીવસની સંખ્યા આખા ડિસેમ્બર 2022 કરતા પણ વધુ હતી. જાન્યુઆરીના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં સમગ્ર વિશ્વમાં 30 હજાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જે ડિસેમ્બર મહિનાની સરખામણીમાં બમણી છે. આવી સ્થિતિમાં આવનાર સમય કર્મચારીઓ માટે મુશ્કેલીમાં પસાર થઈ શકે છે.


વૈશ્વિક સ્તરે, વર્ષ 2023 માં, ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને કાઢી મુકવાના સંકેત આપ્યા છે. એમેઝોન પોતાના 18,000 કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા છે. તે જ સમયે, ફેસબુકની માલિકીની કંપની મેટાએ પણ ગયા વર્ષે 11 હજારથી વધુ કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે 2023 માં કઈ કંપનીઓના કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.


આ કંપનીઓમાંથી લોકોની નોકરી ગઈ: 


લેઓફ ટ્રેકરના ડેટા મુજબ, જાન્યુઆરીના પ્રથમ 6 દિવસમાં 30 કંપનીઓમાંથી કુલ 30,611 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એમેઝોન ઉપરાંત, આ યાદીમાં વિડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મ Vimeo, ટેક જાયન્ટSalesforce, ક્રિપ્ટો એક્સચેન્જ હુઓબી અને અન્ય ઘણી જગ્ગ્યાનો સમાવેશ થાય છે.


વર્ષ 2022માં આ કંપનીઓએ કરી મોટા પ્રમાણમાં છટણી: 


Meta Platforms Inc., Amazon.com, Twitter Inc. અને Snap Inc. સહિતની ઘણી કંપનીઓએ પાછલા વર્ષમાં મોટી સંખ્યામાં તેમના કર્મચારીઓની છટણી કરી છે. કુલ મળીને, આ કંપનીઓએ 2022 માં 97,000 થી વધુ નોકરીઓમાં કાપ મૂક્યો છે, જે 2021 ની તુલનામાં 649% વધુ છે, અને જો આ ચાલુ રહે છે, તો 2023માં આ આંકડો 2022 કરતા વધુ હોઈ શકે છે.


2023માં આ કંપનીઓમાંથી લોકોને છૂટા કરવામાં આવી શકે છે
ટેક જાયન્ટ્સ માઈક્રોસોફ્ટ અને ગૂગલ-પેરેન્ટ આલ્ફાબેટે પણ છટણી સહિતના ખર્ચ ઘટાડવાના પગલાં સૂચવ્યા છે. એમેઝોન 18 હજાર કર્મચારીઓ સહિત 1000 ભારતીય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. બીજી તરફ, Google 10 હજાર કર્મચારીઓ, Xiaomi 15%,  ભારતમાં Pluralsight 400 કર્મચારીઓ અને HP સહિત ઘણી કંપનીઓ આવનારા સમયમાં લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. જોકે કેટલીક કંપનીઓએ છટણી અંગે સત્તાવાર આંકડા આપ્યા નથી.