Unicorn Pluralsight Laysoff 400 Employees: ભારત અને વિદેશમાં IT કંપનીના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ક્રમ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આઈટી કંપનીમાંથી એક પછી એક કર્મચારીઓને કાઢી મુકવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ડેવલપર્સ અને આઈટી પ્રોફેશનલ્સ માટે ઓનલાઈન એજ્યુકેશન પૂરી પાડતી કંપની, પ્લુરલાઈટ, વૈશ્વિક સ્તરે લગભગ 20 ટકા એટલે કે લગભગ 400 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. તાજેતરમાં Pluralsight કંપનીનું મૂલ્ય 1 અબજ ડોલરથી વધુ હતું.


કંપનીએ શું કહ્યું


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના CEO એરોન સ્કોનાર્ડે પોતાના કર્મચારીઓને એક ઈમેલમાં આ જાણકારી આપી છે. સીઈઓ સ્કોનાર્ડે કહ્યું કે તેઓ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે અને આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી લે છે. તેમણે લખ્યું કે તમે બધા પડકારજનક આર્થિક વાતાવરણથી વાકેફ છો જેમાં અમે કામ કરી રહ્યા છીએ. આનાથી અમારા વ્યવસાયિક પ્રદર્શનને ખૂબ અસર થઈ છે.


મને માફ કરશો કે અમે તમને મુશ્કેલ સમયમાં નિરાશ કર્યા


CEOએ કહ્યું કે અધિકારીઓ આ સપ્તાહના અંતમાં ઓલ-હેન્ડ મીટિંગ દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વધુ વિગતો આપશે. તેણે કહ્યું કે મને દુઃખ છે કે આનાથી તમારામાંથી ઘણા લોકો પર નકારાત્મક અસર પડશે, અમે તમને મુશ્કેલ સમયમાં નિરાશ કર્યા છે.


આટલું થયું નુકશાન


યુએસ એસઈસી દસ્તાવેજો અનુસાર, 2004માં સ્થપાયેલ પ્લુરલસાઈટને 2019માં $163.5 મિલિયન અને 2020માં $164 મિલિયનની ચોખ્ખી ખોટ થઈ હતી. એરોન સ્કોનાર્ડે કહ્યું કે, કમનસીબે, ચોથા ક્વાર્ટરમાં આ પડકારો વધુ તીવ્ર બન્યા અને પરિણામે, આજે અમે પુનઃસંગઠિત થતાં અમારી ટીમનું કદ ઘટાડી રહ્યા છીએ. અમારી ટીમના લગભગ 20 ટકા સભ્યો તેનાથી પ્રભાવિત છે.


વિશ્વની અનેક કંપનીઓમાં છટણી થઈ રહી છે


ઠંડા પીણા અને ચિપ્સ બનાવતી કંપની પેપ્સિકો ઇંક (PepsiCo Inc) એ તેના મુખ્યમથકના કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, પેપ્સીકો ઇન્ક. પેપ્સિકો તેના હેડક્વાર્ટર ખાતેના ઉત્તર અમેરિકાના નાસ્તા અને પીણા એકમોમાંથી કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીએ સંકેત આપ્યો છે કે કોર્પોરેટ છટણી ટેક અને મીડિયા કંપનીઓથી આગળ વધવા લાગી છે.



એમેઝોનમાં છટણી


Amazon Layoffs Update: દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. એમેઝોન તેના વિવિધ વિભાગોમાંથી લગભગ 20,000 લોકોને છૂટા કરી શકે છે. ગ્રેડ 1 થી ગ્રેડ 7 સુધીના તમામ સ્તરના કર્મચારીઓને આ છટણીની અસર થશે.


કમ્પ્યુટરવર્લ્ડે પોતાના રિપોર્ટમાં આ બાબતનો વર્તારો વ્યક્ત કર્યો છે. આ અગાઉ નવેમ્બર મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, એમેઝોન તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે.