Life Insurance: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી (LIC)એ તેના ઘણા લોકપ્રિય પ્લાનમાં ફેરફારો કર્યા છે. હવે ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન (Endowment Plan)માં એન્ટ્રીની ઉંમર 55 વર્ષથી ઘટાડીને 50 કરી દેવામાં આવી છે. નવા ફેરફારો વૃદ્ધ લોકો માટે ખૂબ નુકસાનકારક છે. આ ઉપરાંત પ્રીમિયમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એલઆઈસીએ આ નિયમોને 1 ઓક્ટોબર, 2024થી જ લાગુ કરી દીધા છે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો અનુસાર, આ ઉંમર પછી મૃત્યુની સંભાવના વધવાને કારણે કંપની પોતાનું જોખમ ઘટાડવા માંગે છે.


એન્ડોમેન્ટ પ્લાનમાં લાઇફ કવર સાથે મેચ્યુરિટી બેનિફિટ મળે છે


બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (Life Insurance Corporation of India)એ નવા સરેન્ડર નિયમો પણ લાગુ કર્યા છે. એલઆઈસીનો ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન 914 માત્ર તમને સુરક્ષા કવર આપતો નથી પરંતુ તે સેવિંગ પ્લાન પણ છે. આમાં મૃત્યુ અને પરિપક્વતાના લાભો એક સાથે મળે છે. એન્ડોમેન્ટ પ્લાનવાળી ઇન્શ્યોરન્સ પોલિસીમાં તમને લાઇફ કવર સાથે જ મેચ્યુરિટી બેનિફિટ પણ મળે છે. આના કારણે પોલિસી દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પરિવારને ચુકવણી કરવામાં આવે છે. સાથે જ મેચ્યુરિટી પર અલગ લાભ મળે છે. આ ફેરફાર વિશે એલઆઈસીએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.


એલઆઈસી પાસે 6 એન્ડોમેન્ટ પ્લાન, 1 ઓક્ટોબરથી લાગુ થયા ફેરફારો


એલઆઈસીની વેબસાઇટ અનુસાર, કંપની પાસે 6 એન્ડોમેન્ટ પ્લાન છે. આમાં એલઆઈસી સિંગલ પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન (Single Premium Endowment Plan), એલઆઈસી ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન (New Endowment Plan), એલઆઈસી ન્યૂ જીવન આનંદ (New Jeevan Anand), એલઆઈસી જીવન લક્ષ્ય (Jeevan Lakshya), એલઆઈસી જીવન લાભ પ્લાન (Jeevan Labh Plan) અને એલઆઈસી અમૃતબાલ (Amritbaal) સામેલ છે. આ બધા પ્લાનમાં 1 ઓક્ટોબર, 2024થી ફેરફારો કરવામાં આવ્યા છે.


પ્રીમિયમના રેટ પણ લગભગ 10 ટકા વધ્યા, સમ એશ્યોર્ડ પણ વધ્યું


એલઆઈસીએ સરેન્ડર વેલ્યુ નિયમોના હિસાબે લગભગ 32 પ્રોડક્ટમાં ફેરફારો કર્યા છે. સૂત્રો અનુસાર, પ્રીમિયમના રેટ પણ લગભગ 10 ટકા વધ્યા છે. આ ઉપરાંત ન્યૂ જીવન આનંદ અને જીવન લક્ષ્યમાં સમ એશ્યોર્ડ પણ 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્રાઇવેટ કંપનીઓએ એન્ડોમેન્ટ પ્લાનના પ્રીમિયમ રેટ 6થી 7 ટકા જ વધાર્યા છે.


આ પણ વાંચોઃ


હોમ લોન મફત થઈ જશે! વ્યાજનો બધા પૈસા વસૂલ થઈ જશે, જાણો તમારે શું કરવું પડશે