LIC IPO News: LIC IPO માં રોકાણ કરનારાઓને 17 મે 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના દિવસે આંચકો લાગી શકે છે. LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ નેગેટિવ થઈ ગયું છે. LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) તેની ઇશ્યૂ કિંમતના ઉપલા બેન્ડથી રૂ. 15ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.


IPOને રોકાણકારોનો ઠંડો પ્રતિસાદ!


ગ્રે માર્કેટ પ્રીમિયમ દરમાં ઘટાડાનું કારણ એ છે કે LICના IPOને સ્થાનિક રોકાણકારો તેમજ વિદેશી રોકાણકારો તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. IPO 3 વખતથી ઓછા સબસ્ક્રાઇબ થયો છે. સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત ક્વોટામાં, વિદેશી રોકાણકારો પાસેથી માત્ર થોડી સંખ્યામાં શેર માટે અરજીઓ મળી હતી. જેનું મુખ્ય કારણ શેરબજારમાં સતત ઘટાડા સાથે વધતી જતી મોંઘવારી, રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ અટકી નથી અને ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોની વેચવાલી છે. જ્યારે LICનો IPO ખુલતા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 95 રૂપિયાના સ્તરે ગયો હતો.


IPO 9મી મેના રોજ બંધ થયો હતો


LICનો IPO 4 થી 9 મે દરમિયાન રિટેલ રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. LIC IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 902 થી 949 રૂપિયા નક્કી કરવામાં આવી હતી અને IPO દ્વારા રૂપિયા 20,557 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.


LIC IPO કિંમત પર ડિસ્કાઉન્ટ


એલઆઈસીએ તેના આઈપીઓમાં રોકાણ કરનારા પોલિસીધારકોને પણ ડિસ્કાઉન્ટ આપ્યું છે. પોલિસીધારકોને શેર દીઠ રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે રિટેલ રોકાણકારો અને કંપનીના કર્મચારીઓને પ્રતિ શેર રૂ. 40નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.


17મી મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ


12મી મેના રોજ રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવશે અને 16મી મે સુધીમાં રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે. LICનો IPO 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.