નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) તેના ગ્રાહકોને અનેક પ્રકારની યોજનાઓ ઓફર કરે છે. સારા વળતર અને સુરક્ષિત રોકાણને કારણે દેશના લાખો લોકો એલઆઈસીની યોજનાઓમાં પોતાના રૂપિયાનું રોકાણ કરે છે. જો તમે પણ લાંબા સમય માટે LICની કોઈપણ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે જીવન ઉમંગ પોલિસી પસંદ કરી શકો છો. જીવન ઉમંગ પોલિસી એ એન્ડોમેન્ટ પ્લાન છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારું અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.


પોલિસી કોણ ખરીદી શકે છે


LIC ની જીવન ઉમંગ પોલિસી લેનારાઓને 100 વર્ષ માટે જીવન વીમા કવચ મળે છે. 90 દિવસથી 55 વર્ષ સુધીના લોકો આ પ્લાન ખરીદી શકે છે. આ પોલિસીની પાકતી મુદત પછી પોલિસીધારકના ખાતામાં દર વર્ષે એક નિશ્ચિત રકમ આવતી રહે છે. જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે તો તેના નોમિનીને સંપૂર્ણ રકમ એકસાથે ચૂકવવામાં આવે છે.


ટેક્સમાં છૂટ


તમે જીવન ઉમંગ પોલિસીમાં 15, 20, 25 કે 30 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જો પોલિસીધારક અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા અપંગ થઈ જાય છે તો તેને UMANG પોલિસી હેઠળ ટર્મ રાઇડર પણ આપવામાં આવે છે. ઉપરાંત, આ યોજનામાં રોકાણ કરનારાઓને પણ ટેક્સમાં છૂટ મળે છે.


જીવન ઉમંગ પોલિસીમાં રોકાણ કરનારાઓને આવકવેરાની કલમ 80C હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો તમે જીવન ઉમંગ પોલિસી લેવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાનો વીમો લેવો પડશે.


તમને 36 લાખ રૂપિયાનું વળતર મળશે


જો કોઈ વ્યક્તિ 26 વર્ષની ઉંમરે જીવન ઉમંગ પોલિસી ખરીદે છે અને 4.5 લાખ રૂપિયાના વીમા કવર માટે 30 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવે છે, તો તમારે દર મહિને 1350 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તમારે આ સ્કીમમાં રોકાણ માટે દરરોજ 45 રૂપિયા બચાવવા પડશે.


આ કિસ્સામાં તમારું પ્રીમિયમ એક વર્ષમાં 15882 રૂપિયા અને 30 વર્ષમાં તમારું પ્રીમિયમ 47,6460 રૂપિયા થશે. આ રીતે LIC તમારા રોકાણ પર 31મા વર્ષથી દર વર્ષે 36 હજાર રૂપિયા રિટર્ન તરીકે આપશે.  આ રીતે 31મા વર્ષથી લઈને 100 વર્ષની ઉંમર સુધી દર વર્ષે 36,000 રૂપિયાનું રિટર્ન તમને મળશે.