સ્વિસ ફાર્મા કંપની નોવાર્ટિસ (Novartis)એ વ્યાપક પ્રમાણમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. એક રિપોર્ટ અનુસાર, કોસ્ટ કટિંગના નામ પર કંપનીએ દુનિયાના અલગ અલગ દેશોમાં આવેલી પોતાની બ્રાન્ચમાંથી લગભગ 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, નોવાર્ટિસ કંપનીએ કહ્યું હતું કે તેના સાત ટકા કર્મચારીઓને તેમની વિશ્વભરની શાખાઓમાંથી છટણી કરવાની યોજના હતી, જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે. કંપની તરફથી જાહેર કરાયેલા આ નિર્ણયને રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ તરીકે ઓળખાવ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નોવાર્ટિસ વિવિધ દેશોમાં સ્થિત કંપનીની શાખાઓમાં લગભગ 1,08,000 કર્મચારીઓને રોજગારી આપે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ એપ્રિલ મહિનામાં આવી છટણી કરવાનો સંકેત આપ્યો હતો. મંગળવારે એ વાતની પુષ્ટી થઈ કે કંપનીની અનેક શાખાઓમાંથી હજારો કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે. છટણીનો ભોગ બનેલા કર્મચારીઓની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
અહેવાલ મુજબ સ્વિત્ઝર્લેન્ડમાં નોવાર્ટિસની શાખામાં કામ કરતા 11,600 કર્મચારીઓમાંથી 1,400 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જ્યારે વૈશ્વિક સ્તરે લગભગ 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં કંપનીના ચીફ વાસ નરસિમ્હને કહ્યું હતું કે આ છટણી રિસ્ટ્રક્ચરિંગ પુશનો એક ભાગ છે.
નરસિમ્હને કહ્યું કે કંપનીને નવો લુક આપવા માટે આટલું કડક પગલું ભરવું જરૂરી છે. નોવાર્ટિસ દ્વારા આયોજિત યોજના અનુસાર, પુનર્ગઠન કાર્યક્રમ હેઠળ કંપનીનું લક્ષ્ય વર્ષ 2024 સુધીમાં 1 અબજ ડોલર બચાવવાનું છે. માહિતી આપતા નરસિમ્હને કહ્યું કે જ્યાં કર્મચારીઓની સંખ્યા વધુ હશે ત્યાં છટણી કરવામાં આવશે.
IND vs ENG: રોહિત શર્મા નહી રમે ટેસ્ટ મેચ, આ ગુજરાતી ખેલાડીને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
Smart Farming: ખેતી કરવી થઈ વધુ આસાન, ફોન પર જ મળશે કૃષિ મશીનોની જાણકારી
સેમસંગના આ ધાંસૂ ફોનની અચાનક 10 હજાર રૂપિયા કિંમત ઘટી, જાણો નવા કિંમત ને ફિચર્સ.............
દયાબેન, મહેતા સાહેબ બાદ હવે આ સ્ટાર કલાકારે છૉડ્યો 'તારક મહેતા' શૉ, જાણો વિગતે