LIC Jeevan Shiromani Scheme: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC એ દેશની સૌથી મોટી અને સૌથી જૂની વીમા પોલિસી છે. તેના કરોડો ગ્રાહકો છે અને તે દેશના દરેક વર્ગ માટે અલગ-અલગ યોજનાઓ લઈને આવે છે. બાળકો, મહિલાઓ, છોકરીઓ, ઓછી આવક જૂથના લોકો અને ઉચ્ચ આવક ધરાવતા લોકો બધા માટે એલઆઈસી યોજના લાવે છે.  આજે અમે LIC ની એક ખાસ સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ખાસ વધુ આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવી છે. આ પોલિસીમાં રોકાણ કરીને તમને લાંબા ગાળે વધુ અને સુરક્ષિત વળતરની ખાતરી મળે છે. આ પોલિસી LIC ની જીવન શિરોમણી પોલિસી (LIC Jeevan Shiromani Policy) છે. 


LIC જીવન શિરોમણી પોલિસી એક મની બેક પ્લાન છે જેમાં તમને 1 કરોડ રૂપિયાની વીમા રકમ મળે છે. જો તમે પણ બજારના કોઈપણ જોખમ વિના મહત્તમ વળતર મેળવવા માંગતા હો, તો તમે LICની જીવન શિરોમણિ પોલિસીમાં રોકાણ કરી શકો છો. તો ચાલો જાણીએ આ વિશે.


1 કરોડનું વળતર


LIC જીવન શિરોમણી પ્લાન એ મની બેક પ્લાન છે જે મોટુ રિટર્ન આપે છે. આ રોકાણમાં મર્યાદિત પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. આ પોલિસી વધુ આવક ધરાવતા લોકોના જૂથ માટે બનાવવામાં આવી છે. નોંધનીય છે કે  1,000 રૂપિયા ચૂકવવા પર તમને 50 રૂપિયાનું વળતર મળે છે. જ્યારે રોકાણના 6 વર્ષમાં તે વધીને 55 રૂપિયા થઈ જાય છે. આ સાથે તમને બેઝિક સમ એશ્યોર્ડનો લાભ પણ મળે છે. આ કિસ્સામાં તમને 1 કરોડ રૂપિયાની લઘુત્તમ વીમા રકમ મળે છે. મહત્તમ વીમા રકમ પર કોઈ મર્યાદા નથી.


યોજનામાં રોકાણ કરવાની પાત્રતા


આ સ્કીમ ખરીદવા માટે તમારી ઉંમર 14 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તમે 16 વર્ષની પોલિસી ખરીદો છો, તો તમે મહત્તમ રોકાણ 51 વર્ષની ઉંમર સુધી કરી શકો છો. જ્યારે 18 વર્ષની પોલિસી માટે મહત્તમ ઉંમર 48 વર્ષ છે અને 20 વર્ષની પોલિસી માટે મહત્તમ રોકાણ 45 વર્ષની ઉંમર સુધી કરી શકાય છે.


મની બેકનો લાભ મળે છે


તમે આ પોલિસી 14, 16, 18 અથવા 20 વર્ષ માટે ખરીદી શકો છો.


14 વર્ષની પોલિસીમાં 10મા અને 12મા વર્ષે 30 ટકા કેશબેક ઉપલબ્ધ છે.


16 વર્ષની પોલિસીમાં 12મા અને 14મા વર્ષે 30 ટકા કેશબેક ઉપલબ્ધ છે.


18 વર્ષની પોલિસી માટે 40 ટકા કેશબેક 14મા અને 16મા વર્ષે મળે છે.


20 વર્ષની પોલિસીમાં 45% કેશબેક 16મા અને 18મા વર્ષમાં મળી શકે છે.


પ્રીમિયમ કેવી રીતે ચૂકવવું


1 કરોડની વીમા રકમ મેળવવા માટે તમારે 4 વર્ષનું રોકાણ કરવું પડશે. આ માટે તમારે દર મહિને લગભગ 94,000 રૂપિયા જમા કરાવવા પડશે. આ ઉપરાંત, તમે ત્રણ મહિના, 6 મહિના અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવણીની સુવિધા મળી શકે છે