Whiskey Price Hike: લિકર મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ તેમના રોકાણકારોને મોટો નફો આપ્યો છે. માત્ર એક મહિનામાં કંપનીએ તેના શેરધારકોના પૈસા બમણા કરી દીધા છે. બીજી તરફ 1 વર્ષ પહેલાના ચાર્ટ પર નજર કરીએ તો તે દર્શાવે છે કે તેમના શેરોએ માત્ર એક વર્ષમાં 1180% વળતર આપ્યું છે. હવે આપણે જાણીએ કે જે કંપની આટલો જબરદસ્ત ફાયદો આપી રહી છે તે પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Piccadily Agro Industries Ltd) છે, જે  ઈન્દ્રી દારૂનું ઉત્પાદન કરે છે. ઈંદ્રી દારુને વિશ્વની બેસ્ટ સિંગલ મોલ્ટ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યો હતો. 


રોકાણકારોના પૈસા 1 મહિનામાં ડબલ થયા


વ્હિસ્કી કંપનીના શેર હજુ પણ 5% અપર માર્કેટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અપર સર્કિટ બાદ તેનો શેર 605.25ના સ્તરે પહોંચી ગયો છે. જો કંપનીના છેલ્લા 5 દિવસના ચાર્ટ પર નજર કરીએ તો આ સમયગાળામાં પિકાડિલી એગ્રો કંપનીના શેરમાં 21.54% નો વધારો જોવા મળ્યો છે. પાંચ દિવસ પહેલાની વાત કરીએ તો કંપનીના શેરની કિંમત 498 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી.


પરંતુ એક મહિનામાં કંપનીના શેરમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના અંતમાં કંપનીનો શેર 300 રૂપિયાના સ્તરે હતો, જેના પર રોકાણકારને માત્ર એક મહિનામાં 101.41% વળતર મળ્યું છે.


માત્ર 1 વર્ષમાં 1180% વળતર મળ્યું


જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેની રકમ 2 લાખ રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે માત્ર 1 મહિનામાં રોકાણ કરેલા નાણાં બમણા થઈ ગયા હોત. આ શેરે રોકાણકારોને અત્યાર સુધીમાં YTD 122.44% ના દરે વળતર આપ્યું છે. જો આપણે એક વર્ષ પહેલાના કંપનીના ચાર્ટ પર નજર કરીએ તો, Piccadilly Agro Industries Limitedએ તેના શેરધારકોને 1180.14% સુધીનું વળતર આપ્યું છે.


ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કંપનીના શેરનો ભાવ રૂ. 47ના સ્તરે હતો. હાલમાં આ શેરની કિંમત 1 વર્ષના સમયગાળામાં 557.97 રૂપિયા વધી છે.


કંપનીના દારૂને એવોર્ડ મળ્યો હતો


પીકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા  ઈન્દ્રી નામની સિંગલ મોલ્ટ દારૂ બનાવવામાં આવે છે. ઈન્દ્રી લિકરને તાજેતરમાં વિશ્વની સૌથી બેસ્ટ સિંગલ મોલ્ટ દારૂ તરીકેનો એવોર્ડ મળ્યો છે. આ કારણોસર આ દારૂની માંગ બજારમાં પણ જોરદાર છે.  આની અસર દારૂ બનાવતી કંપની પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં જ કંપનીએ તેના શેરધારકોને સારું વળતર આપ્યું છે. 



Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com કોઈને ક્યારેય નાણાંનું રોકાણ  કરવાની સલાહ આપતું નથી)