Loan Repayment Tips: આમ આદમી પોતાના ઘર, કાર, બાળકોના અભ્યાસ કે કોઈ પર્સનલ નાની-મોટી દરેક પ્રકારની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોન લેતો જ હોય છે. લોન દ્વારા ભલે આવક વધારે ન હોય, છતાં જરૂરિયાત પૂરી થઈ જાય છે અને ધીમે-ધીમે કરીને તેને ચૂકવી પણ દેવાય છે. જો કે, ઘણી વખત લોકો લોન લીધા પછી ખરાબ રીતે ફસાઈ પણ જાય છે, જ્યારે તેઓ સમયસર લોન ચૂકવી શકતા નથી.

Continues below advertisement

 

Continues below advertisement

આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિ પર વ્યાજના રૂપમાં દેવાનો બોજ વધતો જ જાય છે. જેનાથી નાણાકીય બોજ પણ વધે છે અને માનસિક તણાવ પણ વધી શકે છે. એવામાં યોગ્ય આયોજન કરીને લોનને નક્કી કરેલા સમય પહેલાં પણ ચૂકવી શકાય છે. અહીં તમને જણાવીએ કે કેવી રીતે સમય પહેલાં જ લોનને કોઈ પણ પ્રકારના તણાવ વગર ચૂકવી શકાય છે.

આ પણ વાંચો...EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  

હિસાબ બનાવીને ચાલોસૌથી પહેલાં તમારી બધી જ EMI અને માસિક ખર્ચાઓનો એક હિસાબ બનાવો. પ્રયત્ન કરો કે દર મહિનાની આવકનો એક ભાગ વધારાની ચૂકવણી (Prepayment) માટે બચાવી શકો.

વધારાની રકમ જમા કરોજો તમારી લોન પર પ્રી-પેમેન્ટ ચાર્જ નથી, તો સમય-સમય પર વધારાની રકમ જમા કરાવવાથી પ્રિન્સિપલ એમાઉન્ટ (મુદ્દલ) ઝડપથી ઓછી થાય છે અને કુલ વ્યાજનો બોજ પણ ઘટી જાય છે.

વધુ વ્યાજવાળી લોન પહેલાં ચૂકવોજો તમારી ઉપર એક કરતાં વધુ લોન ચાલતી હોય, તો સૌથી પહેલાં એ લોન ચૂકવવા પર ફોકસ કરો જેમાં વ્યાજનો દર સૌથી વધુ લાગી રહ્યો હોય. આનાથી લાંબા ગાળે વ્યાજ પર સારો એવો ફાયદો થઈ શકે છે.

બોનસથી લોન ચૂકવોજો તમારો પગાર વધ્યો છે અથવા બોનસ મળ્યું છે, તો તેનો અમુક હિસ્સો લોન ચૂકવવામાં લગાવવો એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે.

ઓછા વ્યાજવાળી લોન લોજો તમારી લોનનો વ્યાજ દર વધારે છે, તો તમે કોઈ બીજી બેંક અથવા નાણાકીય સંસ્થામાં ઓછા વ્યાજ દર પર લોન બેલેન્સ ટ્રાન્સફર (Loan Balance Transfer) પણ કરાવી શકો છો. આનાથી EMI અથવા કુલ વ્યાજનો બોજ ઓછો થઈ શકે છે.

આ ભૂલો કરવાથી બચોલોન ભરવા દરમિયાન કેટલીક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, જેથી કોઈ પણ પ્રકારે નાણાકીય તણાવ કે દેવાનો બોજ ન વધે. આ ભૂલો કરવાનું ચોક્કસપણે ટાળો, જેમ કે:

  • EMI ની તારીખ ક્યારેય ચૂકશો નહીં, આનાથી પેનલ્ટી અને ક્રેડિટ સ્કોર બંને પર ખરાબ અસર પડી શકે છે.
  • એક લોન ચૂકવવા માટે વારંવાર નવી અને મોંઘી લોન લેવાથી બચો.
  • ક્રેડિટ કાર્ડનું બિલ લાંબા સમય સુધી બાકી ન રાખો, કારણ કે તેના પર વ્યાજનો દર ઘણો વધારે હોય છે.
  • શરતોને સમજ્યા વિના લોન બેલેન્સ ટ્રાન્સફર ન કરાવો. પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ જરૂર ચેક કરી લો.
  • તમારી ક્ષમતા કરતાં વધુ EMI નો બોજ પોતાના પર ન લો.

જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમે ક્યારેય લોનના કારણે પરેશાન નહીં થાઓ, પરંતુ તમારી લોન ક્યારે ફટાફટ પૂરી થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે. એટલું જ નહીં, આનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ સુધરશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ કામ માટે લોન લેવામાં તકલીફ નહીં પડે.