અમેઝોને જણાવ્યું કે, અમે પસંદગીના શહેરોમાં ડિલીવરી શરૂ કરી છે અમે પહેલાથી આપેલા ઓર્ડરની ડિલીવરી કરી રહ્યા છીએ અને તેમાં પણ જરૂરી સામાનના પ્રીપેડ ઓર્ડરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સર્વિસ માત્ર પ્રીપેડ કસ્ટમર્સ માટે જ શરૂ કરવામાં આવી છે. કંપનીએ લખ્યું કે, લોકડાઉનના કારણે સામાનની ડિલીવરી કરવામાં વિલંબ થઈ શકે છે.
આ શહેરોમાં શરૂ થઈ સર્વિસ
બેંગલુરુ, ભુવનેશ્વર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, લખનઉ, લુધિયાણા, મોહાલી, મૈસૂર, પટના, રાયપુર
કેન્દ્ર અને રાજ્યના નિર્દેશોનું કરીશું પાલન
શહેરોનું લિસ્ટ જાહેર કરતાં Amazon એક બ્લોગમાં લખ્યું, અમે આ માટે કેન્દ્ર ને રાજ્ય સરકારના તમામ નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. જરૂરિયતામંદ ગ્રાહકો સુધી સામાન પહોંચાડી શકાય તે માટે અમે સંબંધિત ઓથોરિટી સાથે મળીને કામ કરવા ઈચ્છીએ.