નવી દિલ્હીઃ બેન્કોએ વ્યાજ પર માફી યોજના અંતર્ગત કેશબેક ગ્રાહકોના ખાતામાં નાંખવાનુ શરૂ કરી દીધુ છે. આ કેશબેક એ લોકોને મળી રહ્યું છે, જેમને માફી યોજનાની અવધિ દરમિયા પણ પોતાની ઇએમઆઇ ચૂકવી હતી. બે કરોડ રૂપિયા સુધીની લૉન વાળા કસ્ટમરો અને નાના વેપારીઓને આ યોજનાના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે. જો તમે પણ હપ્તો માફી યોજનાની અવધિ દરમિયાન ઇએમઆઇ ચૂકવ્યો છે તો એ નક્કી કરી કે કેશબેક તમારા ખાતામાં ક્રેડિટ થઇ જાય.


5 નવેમ્બરથી ખાતામાં આવવાના શરૂ થઇ ગયા છે પૈસા
થોડાક દિવસો આરબીઆઇએ બેન્કો અને એનબીએફસીએ કહ્યું હતું કે 5 નવેમ્બરથી લૉન કસ્ટમર્સના ખાતામાં પૈસા નાંખવાના શરૂ કરી દો. બે કરોડ રૂપિયાથી ઓછી લૉન લેનારાઓને આ દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.

આ છે- 1. એમએસએમઇ લૉન, 2. એજ્યૂકેશન લૉન, 3. હાઉસિંગ લૉન, 4. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ લૉન્, 5 ક્રેડિટ કાર્ડ, 6. ઓટો લૉન, 7. પર્સનલ અને પ્રૉફેશનલ લૉન, 8. કન્ઝપ્શન લૉન.

એગ્રીકલ્ચર અને સંબંધિત ક્ષેત્રો સાથે જોડાયેલા મામલામાં કેશબેક નહીં....
એગ્રીકલ્ચર અને તેના સંબંધિત જોડાયેલી ગતિવિધિઓ માટે આપવામાં આવતી લૉન આમાં સામેલ નથી. નાણા મંત્રાલયે સ્પષ્ટ કરી દીધુ છે કે ખેતી-ખેતી કરનારા લોકોને ટ્રેક્ટર અને બીજા પ્રકારની એગ્રીકલ્ચર લૉનના ઇન્ટરેસ્ટ પર કોઇ છૂટ નહીં મળે.