કોરોનાકાળમાં મોંઘવારીનો માર સહન કરતી જનતાને પહેલા ઈંધણ અને હવે દૂધ અને ગેસ સિલિન ડરના ભાવમાં વધારો થતા ડબલ ફટકો પડ્યો છે. અમૂલે આજથી દેશમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયા બાદ હવે સબ્સિડીવાળા ઘર વપરાશના LPG સિલિન ડરની કિંમતમાં પણ વધારો ઝીંકાયો છે.


સબસિડીવાળા ગેસ સિલિન ડરના ભાવમાં 25 રૂપિયા 50 પૈસાનો વધારો ઝીંકાયો છે. 14.2 કિલોના ઘર વપરાશનું સિલિન ડર હવે દિલ્લીમાં 834.50 રૂપિયા પહોંચી છે. તો દિલ્લીમાં 19 કિલોના કોમર્શિયલ વપરાશના સિલિન ડરના ભાવમાં 76 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે દિલ્લીમાં હવે કોમર્શિયલ વપરાશના સિલિન ડરનો ભાવ એક હજાર 550 પર પહોંચી ગયો છે.


દિલ્હી ઉપરાંત આજથી કોલકાતામાં એલપીજી સિલિન્ડર 861 રૂપિયા વેચાશે. જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં ભાવ વધારા બાદ સિલિન્ડરની કિંમત ક્રમશઃ 834 અને 850 રૂપિયા છે.


આ વર્ષે કેટલો ભાવ વધ્યો


દિલ્હીમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપાય હતી. 1 જુલાઈના રોજ કિંમત 834 રૂપિયા છે. એટલે કે આ વર્ષે 138 રૂપિયા ઘરેલુ ગેસની કિંમત વધી છે. 4 ફેબ્રુઆરીના રોજ કિંમત વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ હતી. તયાર બાદ 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા કરવામાં આવી. એક માર્ચના રોજ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા કરવામાં આવી. એપ્રિલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. ત્યાર બાદ હવે જુલાઈમાં કિંમત 834 રૂપિયા કરવામાં આવી છે.


જ્યારે દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત 76.50 રૂપિયા વધીને 1550 રૂપિયા કરવામાં આવી છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, એક જૂનના રોજ દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત 122 રૂપિયા ઘટાડવામાં આવી હતી. હાલમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈમાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત ક્રમશઃ 1651.50, 1507, 1687.50 રૂપિયા છે.


New Ruls: ATMમાંથી રૂપિયા ઉપાડવાથી લઈને TDS સુધી આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા ગજવા પર કેટલી અસર થશે


દૂધમાં મોંઘવારીનો ઊભરો, આજથી અમૂલ દુધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો તોતિંગ વધારો