LPG Price 1 January: નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો આજથી અમલમાં આવ્યો છે. આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે ખર્ચમાં વધારો થશે. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે 1691.50 થશે, જે અગાઉ 1580.50 રૂપિયા હતી. કોલકત્તામાં હવે તેની કિંમત 1795.00 રૂપિયા હશે જે અગાઉ 1684 રૂપિયા હતી. મુંબઈમાં હવે તેની કિંમત 1642.50 રૂપિયા હશે જે અગાઉ 1531 રૂપિયા હતી. 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશના મોટાભાગના શહેરોમાં રસોઈ ગેસની કિંમત 850 થી 960 રૂપિયાની વચ્ચે છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 853 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈમાં 852.50, લખનઉમાં 890.50 રૂપિયા, અમદાવાદમાં 860 રૂપિયા, હૈદરાબાદમાં 905, વારાણસીમાં 916.50 રૂપિયા અને પટનામાં 951 રૂપિયામાં મળી રહ્યો છે.
હવે સિલિન્ડરની કિંમત કેટલી હશે?
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, 19 કિલોગ્રામના સિલિન્ડર હવે પટનામાં 1953.50 , નોઇડામાં 1691 રૂપિયા, લખનઉમાં 1814 રૂપિયા, ભોપાલમાં 1696 રૂપિયા અને ગુરુગ્રામમાં 1708.50 રૂપિયામાં મળશે
એલપીજીની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
એલપીજી સિલિન્ડરની કિંમત ઘણા પરિબળો પર આધાર રાખે છે. પ્રથમ તે ઇમ્પોર્ટ પેરિટી પ્રાઈસના (IPP) આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત, ડોલર-રૂપિયા વિનિમય દર, નૂર, વીમો અને કરનો સમાવેશ થાય છે. દેશના દરેક રાજ્યમાં કર અને લોજિસ્ટિક્સ ખર્ચ અલગ અલગ હોય છે, તેથી અલગ અલગ રાજ્યોમાં LPGના ભાવમાં તફાવત છે.
દેશની સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ (ઓઇલ પીએસયુ) દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. અગાઉ આ કંપનીઓએ ડિસેમ્બર અને નવેમ્બરમાં અનુક્રમે 10 રૂપિયા અને 5 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો હતો. જોકે, ગયા વર્ષે ઓક્ટોબરમાં ભાવમાં 15.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલાં પણ ભાવમાં સતત ઘટાડો થતો રહ્યો હતો.
આજે આ સિલિન્ડરોના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં 15.50 રૂપિયાનો એકમાત્ર વધારો 1 ઓક્ટોબરના રોજ થયો હતો. તે પહેલાં ભાવ સતત છ મહિના સુધી ઘટ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં દિલ્હીમાં આ સિલિન્ડરનો ભાવ 1,803 રૂપિયા હતો, જે 1 એપ્રિલના રોજ ઘટીને 1,762 રૂપિયા થયો હતો. 1 મેના રોજ તે ફરીથી ઘટાડવામાં આવ્યો હતો જે 1,747.50 રૂપિયા પર પહોંચી ગયો હતો.