LPG Subsidy: રસોઇ ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં સરકારે એકવાર ફરી રાંધણ ગેસ સિલિન્ડર પર મળનારી સબસિડી શરૂ કરી દીધી છે. બાદમાં તાજેતરના દિવસોમાં જે લોકોએ સિલિન્ડરની ડિલીવરી લીધી છે તેઓના બેન્ક એકાઉન્ટમાં સરકાર તરફથી રાંધણ ગેસ સિલિન્ડર પરથી સબસિડી જમા થઇ છે. ઘણા સમયથી લોકોની ફરિયાદ હતી કે રાંધણ ગેસ સિલિન્ડર પરથી સબસિડી બંધ કર્યા વિના જ તેમના એકાઉન્ટમાં સબસિડી જમા થઇ રહી નથી.  પરંતુ એકવાર ફરી રાંધણ ગેસ સિલિન્ડર સબસિડી મળવાની શરૂ થઇ ગઇ છે.


રાંધણ ગેસ સિલિન્ડરના ગ્રાહકોમાં સબસિડીને લઇને અનેક શંકાઓ છે. કારણ કે કેટલાક લોકોના એકાઉન્ટમાં સબસિડીના રૂપમાં 79.29 રૂપિયા જમા થાય છે જ્યારે કેટલાકના એકાઉન્ટમાં 158.52 રૂપિયા તો 237.78 રૂપિયા જમા થાય છે. પરંતુ અમે તમને કેટલી સબસિડીની રકમ જમા થાય છે એ જાણવાની સરળ રીત જણાવી રહ્યા છીએ.


ઘરે બેઠા આ રીતે જાણો


-સૌ પ્રથમ તમે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ  https://cx.indianoil.in/ પર જાઓ


- ત્યારબાદ તમારે Subsidy Status અને Proceed પર ક્લિક કરવી પડશે.


-ત્યારબાદ તમે Subsidy Related (PAHAL)ના ઓપ્શન પર ક્લિક કરો. બાદમાં તમારે Subsidy Not Received પર ક્લિક કરવું પડશે.


-બાદમાં તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલપીજી આઇડી દાખલ કરવો પડશે.


-ત્યારબાદ તેને વેરિફાઇ કરો અને સબમિટ કરી દો.


-બાદમાં તમારી તમામ જાણકારી જોવા મળશે.


 


જો તમને અત્યાર સુધી રાંધણ ગેસ પરની સબસિડી મળી નથી તો આ પાછળનું સૌથી મોટું કારણ એલપીજી આઇડીનું એકાઉન્ટ નંબર સાથે લિંક ના થવું. આ માટે તમારે તમારા ડિસ્ટ્રિબ્યૂટરનો સંપર્ક કરવો પડશે અથવા તો ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરી પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો.


કોને મળે છે એલપીજી સબસિડી


રાજ્યોમાં એલપીજી પર સબસિડીના અલગ અલગ નિયમો છે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે તેઓને સબસિડી મળતી નથી. 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પતિ અને પત્ની બંન્નેની કમાણીને જોડીને ગણવામાં આવે છે.