Income Tax Return :  દેશમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા દર વર્ષે ઝડપથી વધી રહી છે. આ વધારામાં મહિલાઓનો મોટો ફાળો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન મહારાષ્ટ્રની મહિલાઓ દ્વારા ફાઈલ કરવામાં આવે છે, ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે. કર્ણાટકમાં પણ આવકવેરા રિટર્ન ફાઈલ કરતી મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.


મહારાષ્ટ્ર ટોચ પર છે


મહિલાઓ દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે આવે છે, જ્યાં 2023-24માં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી મહિલાઓની સંખ્યા 36.8 લાખ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. પાંચ વર્ષમાં 24 ટકાના વધારા સાથે ગુજરાત બીજા ક્રમે છે, જ્યાં ITR ફાઇલ કરતી મહિલાઓની સંખ્યા 22.5 લાખ છે. ઉત્તર પ્રદેશ 29 ટકાના વધારા સાથે ત્રીજા સ્થાને છે, જ્યાં 2023-24માં 20.4 ટકા મહિલાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે.


આ રાજ્યોની મહિલાઓ પણ આગળ વધી રહી છે


આ દિશામાં કર્ણાટકમાં દર વર્ષે સુધારો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના સમયે 2020-2021માં ITR ફાઇલ કરનારી મહિલાઓની સંખ્યા લગભગ 11 લાખ હતી, જ્યારે માત્ર એક વર્ષમાં આ આંકડો 2021-22માં વધીને 11.7 લાખ થઈ ગયો. આ આંકડા નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જે 30 સપ્ટેમ્બર 2024 સુધીના છે.


મહિલાઓ આર્થિક રીતે આગળ વધી રહી છે


આ દર્શાવે છે કે મહિલાઓમાં આર્થિક ગતિવિધિઓ વધી છે, મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે અને કાર્યક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ છે. મહિલાઓ દ્વારા આવકવેરા રિટર્ન ભરવાનું આ વધતું વલણ તેલંગણા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળ્યું છે, જ્યાં અનુક્રમે 39, 15.5 અને 12.9 ટકાનો વધારો થયો છે.


અહીં ITR ફાઇલ કરતી મહિલાઓ સૌથી ઓછી છે


દિલ્હીમાં 11 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો, જ્યાં કર ફાઇલ કરતી મહિલાઓની સંખ્યા 12.8 લાખ છે. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશમાં તુલનાત્મક રીતે સૌથી ઓછો વિકાસ જોવા મળ્યો હતો. અહીં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી મહિલાઓની સંખ્યા 6.5 લાખ છે. અહીં છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 18 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.        


Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા