Voter Identity Card Apply:  મતદાર આઈડી કાર્ડ એ તમારી ઓળખનો ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમારા માટે મત આપવાનો અધિકાર હોવો જરૂરી છે.  તમે ઘરે બેઠા ચૂંટણી પંચની વેબસાઇટ પરથી અરજી કરી શકો છો. તમે સરળ પગલાઓમાં પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.


હવે તમે ફક્ત એક લિંક પર ક્લિક કરીને આ કામ કરી શકો છો, આ માટે તમારે ઓફિસના ચક્કર પણ નહીં કાપવા પડે. અત્યાર સુધી ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્તો હતો, પરંતુ હવે આ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. તમે ઘરે બેઠા ચૂંટણી પંચની વેબસાઇટ પરથી અરજી કરી શકો છો.


ઘરે બેઠા ચૂંટણી કાર્ડ બનાવવા આ સ્ટેપ કરો ફોલો



  • ચૂંટણી કાર્ડ બનાવવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) ની વેબસાઇટ પર જાવ.

  • હોમપેજ પર, નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો.

  • જે બાદ એપ્લાય ઓનલાઈન વિભાગમાં નવા મતદારની નોંધણી પર ક્લિક કરો.

  • ફોર્મ-6 ડાઉનલોડ કર્યા પછી તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને  જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

  • ભરેલા ફોર્મમાં દાખલ કરેલી બધી માહિતી એકવાર તપાસો અને તમે સંતુષ્ટ થઈ જાઓ પછી સબમિટ પર ક્લિક કરો.

  • આ પછી તમારા દ્વારા દાખલ કરેલ ઈ-મેલ આઈડી પર એક લિંક પ્રાપ્ત થશે.

  • આ લિંક દ્વારા તમે વોટર આઈડી કાર્ડ એપ્લિકેશન સ્ટેટસ સરળતાથી ટ્રૅક કરી શકશો.

  • તમારે ફક્ત ચૂંટણી પંચની વેબસાઇટની મુલાકાત લેવાની છે. ઓનલાઈન અરજી કર્યા પછી, તમારું મતદાર આઈડી કાર્ડ અઠવાડિયાથી 10 દિવસમાં તમારા ઘરે પહોંચાડવામાં આવશે.


ડિજિટલ વોટરકાર્ડને સ્માર્ટફોનમાં કરી શકાય છે ડાઉનલોડ


ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે. આ ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે ચૂંટણી પહેલા તમારા સ્માર્ટફોનમાં તમારું ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમે તેનો ID પ્રૂફ તરીકે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો-