PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(pm kisan samman nidhi scheme)ના 13મા હપ્તાની રકમ ડિસેમ્બર 2022ના અંતિમ સપ્તાહમાં અથવા નવા વર્ષ 2023ના જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. પરંતુ જે ખેડૂતોએ તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તેઓએ તાત્કાલિક તેમનું કેવાયસી કરાવવું જોઈએ નહીંતર 13મા હપ્તાની રકમ બેંક ખાતામાં આવશે નહીં.


નવી નોંધણી માટે રેશનકાર્ડ ફરજિયાત!


જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના(pm kisan samman nidhi scheme) હેઠળ નોંધણી કરાવી નથી, તો આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે રેશન કાર્ડની જરૂર પડશે. જે ખેડૂતો પાસે રેશનકાર્ડ નથી તેઓને તાત્કાલિક રેશનકાર્ડ બનાવી લેવા જોઈએ. પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા જેઓ તેનો લાભ લેવા લાયક ન હતા. આ છેતરપિંડીથી બચવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડની કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. PM કિસાન સન્માન નિધિના રૂ. 2,000 નો હપ્તો પોર્ટલ પર રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ ઉપલબ્ધ થશે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે, નોંધણી દરમિયાન, ફરજિયાત રેશન કાર્ડની સાથે દસ્તાવેજોની સોફ્ટ કોપીઓ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.


KYC જરૂરી છે


પીએમ કિસાન યોજના(pm kisan samman nidhi scheme)નો લાભ લેવા માટે સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. 12મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે તેમનું KYC કરાવ્યું છે. જો તમે અત્યાર સુધી KYC નથી કર્યું તો તમારા ખાતામાં 13મા હપ્તાના પૈસા નહીં આવે. ઇ-કેવાયસી વિના તમારો 13મો હપ્તો અટકી જશે. KYC પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે.


PM કિસાન યોજના શું છે ?


પીએમ કિસાન સન્માન નિધિ યોજના (pm kisan samman nidhi scheme)હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દર ચાર મહિને હપ્તા આવે છે એટલે કે વર્ષમાં ત્રણ વાર, યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના 12 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી.