નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુજુકી ઇન્ડિયાએ કારોના વેચાણમાં મોટો ફાયદો થયો છે. કંપનીએ બે લાખથી વધુ કારો ઓનલાઇન માધ્યમથી વેચી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી છે.

કંપનીને ડિજીટલ પ્લેટફોર્મથી ફાયદો
કંપનીએ પોતાના ઓનલાઇન વેચાણ પ્લેટફોર્મની શરૂઆત બે વર્ષ પહેલા કરી હતી, કંપનીએ આ ડિજીટલ પ્લેટફોર્મથી દેશભરમાં લગભગ 1000 ડીલરશીપને જોડી દીધી છે. મારુતિ સુજુકી ઇન્ડિયાના કાર્યકારી નિદેશક શશાંક શ્રીવાસ્તવે કહ્યું- વાહન વેચાણ માટે ડિજીટલ પ્લેટફોર્મ 2018થી શરૂ કરવામાં આવ્યુ હતુ, ડિજીટલ પુછપરછમાં ત્રણ ગણો વધારો થયો છે. એપ્રિલ 2019થી ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી અમારુ વેચાણ બે લાખ એકમોને પાર કરી ચૂક્યુ છે.

તેમને કહ્યું કે, ડિજીટલ મંચ મારફતે ગ્રાહકોની પુછપરછનો આંકડો 21 લાખ પર પહોંચી ગયો છે. શ્રીવાસ્તવે ગૂગલ ઓટો ગિફ્ટ શિફ્ટ ઇન્ડિયા 2020 રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, નવી કારોનુ 95 ટકા વેચાણ ડિજીટલ રીતે પ્રભાવિત રહે છે. ગ્રાહકો કોઇપણ વાહન ખરીદતા પહેલા ઓનલાઇન માધ્યમથી પુરેપુરી માહિતી પ્રાપ્ત કરી લે છે, અને ત્યારબાદ તે ડીલરશીપ પર જાય છે.