સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ બધા જાણએ છે. સાથે સાથે તે તમારા ખિસ્સું પણ હળવું કરે છે. જો તમે સિગરેટ પીવ છો અને જીવન વીમો ઉતરાવો છો તો તમારે વધારે પ્રીમિયમ આપવું પડશે.

વીમા કંપનીઓ પ્રીમિયમ નક્કી કરતા સમયે તમારું સ્વાસ્થ્ય જોખમને ધ્યાનમાં રાખે છે. સિગરેટ પીવાથી થનારા નુકસાનને જોતા વીમા કંપનીઓ સિગરેટ પીનારાઓ માટે વધારે પ્રીમિયમ ચાર્જ કરે છે.

સિગરેટ પીનારી વ્યક્તિના બીમાર અથવા તેના મૃત્યુ થવાની સંભાવના વધારે હોય છે. સિગરેટ પીવાથી હૃદયની બીમારી અને બ્લડ પ્રેશર વધાની સંભાવના વધી જાય છે. તેનાથી ફેફ્સામાં ઇન્ફેક્શન પણ થાની સંભાવના રહે છે. આ કારણે વીમા કંપનીઓ જીવન વીમાના ભાવ એવા લોકો માટે વધારીને રાખે છે.

ગ્રાહકોની બે શ્રેણી

- સામાન્ય રીતે જીવન વીમા કંપનીઓ વીમો લનાર ગ્રાહકોને બે શ્રેણીમાં રાખે છે.
- પ્રથમ ક્લાસમાં ઓછું જોખમ જોબ પ્રોફાઈલવાળા લોકો હોય છે. તેમાં સોફ્ટવેર એન્જીનિયર, બેંકર અને માર્કેટિંગ કન્સલટન્ટ લોકો આવે છે.
- બીજા ક્લાસમાં વધારે જોખમ જોબ પ્રોપાઈલવાળા લોકો હોય છે. તેમાં પોલીસ અને અન્ય જોખમનું કામ કરનારા લોકો આવે છે. ધૂમ્રપાન કરનારા લોકોને પણ આ જ ક્લાસમાં રાખાવમાં આવે છે.
- વધારે જોખમ જોબ પ્રોફાઈલ લોકોને સામાન્ય લોકોની તુલનામાં વધારે પ્રીમિયન આપવું પડે છે.
- સિગરેટ પીનારા લોકોએ 70થી 80 ટકા વધારે પ્રીમિયન ચૂકવવું પડી શકે છે.
- જો તમે કોઈ જીવન વીમો લો અને બાદમાં સિગરેટ પીવાનું શરૂ કરો તો તેની જાણકારી વીમા કંપનીને આપવી પડે છે. ત્યાર બાદ તમારા પ્રીમિયમમાં વધારો થઈ શકે છે. જો તમે જાણકારી ન આપો તો ક્લેમની રકમ મેળવવામાં તમને મુશ્કેલી થઈ શકે છે.