નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની કોમ્પેક્ટ એસયૂવી વિટારા બ્રેઝા ભારતમાં લોન્ચ કરી છે. ઓટો એક્સ્પો 2020માં કંપનીએ આ કાર પરથી પડદો ઉઠાવ્યો હતો. તેની કિંમત 7.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આવો જાણીએ તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે.

મારુતિ વિટારા બ્રેઝાના તમામ વેરિયન્ટની કિંમત

  •     Lxi: 7.34 લાખ રૂપિયા

  •     Vxi: 8.35 લાખ રૂપિયા

  •     Zxi: 9.10 લાખ રૂપિયા

  •     Zxi+: 9.75 લાખ રૂપિયા

  •     Vxi (AT) with Smart Hybrid: 9.75 લાખ રૂપિયા

  •     Zxi+ Dual Tone: 9.88 લાખ રૂપિયા

  •     Zxi (AT) with Smart Hybrid: 10.50 લાખ રૂપિયા

  •     Zxi+ (AT) with Smart Hybrid: 11.15 લાખ રૂપિયા

  •     Zxi+ (AT) Dual Tone: 11.40 લાખ રૂપિયા




ફ્રેશ ડિઝાઈનમાં નવી વિટારા બ્રેઝા

મારુતિએ નવી વિટારા બ્રેઝાને ફેસલિફ્ટ મોડલને પહેલા કરતાં વધારે શાનદાર બનાવવામાં આવી છે. કંપનીએ તેમાં નવી ફ્રન્ટ ગ્રિલ અને ઇન્ટીગ્રેટેડ એલઈડી ડીઆરએલ અને હેડલેમ્પ આપ્યા છે. ઉપરાંત તેમાં નવા બમ્પર જોવા મળશે. જ્યારે તેમાં નવા ફોગ લેમ્પ્સ પણ જોવા મળશે. ઉપરાંત તેમાં બુલ-બાર સ્કિડ પ્લેટ આપવામાં આવી છે. એટલું જ નહીં તેમાં 16 ઇંચ ડ્યૂઅલ ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.



નવા કલર્સમાં આવશે નવી વિટારા બ્રેઝા

નવી વિટારા બ્રેઝાને હવે ત્રણ ડ્યૂઅલ ટોન પેંટ સ્કીમની સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં સિઝલિંગ રેડ, ટોર્ક બ્લૂ અને ગ્રેનાઇટ ગ્રે કલર ઓપ્શનમાં મળશે. જેના કારણે તે વધારે આકર્ષિત જોવા મળી રહી છે.

ઇન્ટીરિયરમાં સુધારો

કંપનીએ ફેસલિફ્ટ બ્રેઝાની કેબિનને પહેલા કરતાં વધારે સારી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં 7-ઇંચની નવી સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ લગાવામાં આવી છે, જોકે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઇન્ફોટનમેન્ટ સિસ્ટમમાં લાઈવ ટ્રાફિક અપડેટ, વ્હીકલ એર્ટ અને ક્યૂરેટેડ ઓનલાઈન કોન્ટેટ જેવા અનેક ફીચર્સ જોવા મળે છે.



નવું BS6 એન્જિન

બ્રેઝા ફેસલિફ્ટમાં હવે BS6 કમ્પાલ્યન્ટવાળું 1.5-લીટર કે-સીરીઝ પેટ્રોલ એન્જિન લાગેલ ચે, જે 103 બીએચપી પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સાથે જ આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન મળે છે. માઇલેજની વાત કરીએ તો નવી બ્રેઝાનું મેન્યુઅલ વર્ઝન 17.03 kmplની માઈલેજ આપે છે જ્યારે તેનું ઓટોમેટિક ટ્રાન્સમિશન 18.76 kmplની માઇલેજ આપે છે.