કરવામાં આવ્યા છા આ ફેરફાર
મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નવા ફ્રન્ટ ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ડિઝાઈનની સાથે સાથે કંપનીએ તેના એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે. હવે તેનું એન્જિન પહેલા કરતાં દમદાર હશે.
આવું હશે એન્જિન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી Maruti Swiftમાં 1.2 લિટરની ક્ષમતાનું 4 સિલિન્ડર યુક્ત K12N ડ્યુઅલજેટ એન્જિનનો ઉપોયગ કરવામાં આવ્યો છે જે 90bhpનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ પહેલા એ એન્જિન કંપની મારુતિ સુઝુકી ડિઝાયરમાં પણ ઉપયોગ કરી ચૂકી છે. આ પેટ્રોલ એન્જિન આઈડલ સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજીની સાથે આવે છે, જે કારને શાનદાર માઈલેજ આપવામાં મદદ કરે છે.
આપશે શાનદાર માઈલેજ
મારુતિ સુઝુકી સ્વિફ્ટનું હાલનું મોડલ 21.2 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. સાથે જ કહેવાય છે કે તેનું ફેસલિફ્ટ મોડલ 23.26 કિલોમીટરથી લઈને 24.12 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે.