દેના બેંક અને વિજ્યા બેંક થોડા સમય પહેલા જ બેંક ઓફ બરોડામાં મર્જ થઈ હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આ બન્ને બેંકના ગ્રાહકો હવે બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા છે.


બેંક ઓફ બરોડાએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી એ છે કે ઈ-વિજ્યા, ઈ-દેનાના IFSC કોડ બંધ થઈ જસે. આ IFSC કોડ 1 માર્ચ 2021થી બંધ થઈ જશે.

જણાવીએ કે, દેના બેંક અને વિજ્યા બેંક 1 એપ્રિલ 2020થી બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ હતી ત્યાર બાદ બેંક ઓફ બરોડા વિશ્વની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે.


આ રીતે મેળવો નવો IFSC કોડ

  • બેંકે સિસ્ટમ ઇન્ટીગ્રેશન દરમિયાન ગ્રાહકોને પત્ર મોકલ્યો હતો.

  • 1800 258 1700 ટોલ ફ્રી નંબર પર કોલ કરો અથવા તમારી બેંકની બ્રાન્ચમાં જાવ.

  • મેસેજ કરીને પણ નવો કોડ લઈ શકાય છે. તમારે "MIGR Last 4 digits of the old account number" લખીને મેસેજને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8422009988 મોકલવાનો રહેશે.

  • વેબસાઈટ પર જાવ અને ક્યૂ આર કોડ સ્કેન કરો.


શું હોય છે IFSC કોડ?

  • IFSC કોડ 11 અંકોનો એક કોડ હોય છે

  • કોડનાં શરૂઆતનાં ચાર અક્ષર બેંકના નામ દર્શાવે છે.

  • ઓનલાઈન પેમેન્ટ માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે.

  • તેના દ્વારા બેંકની કોઈ પણ બ્રાંચને ટ્રેક કરી શકાય છે

  • તેને તમે બેંક એકાઉન્ટ અને ચેક બુક દ્વારા જાણ કરી શકો છો.

  • કોઈ બેંકની કોઈ એક બ્રાંચનો દરેક એકાઉન્ટનો એક જ IFSC કોડ હોય છે.