નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુથૂટ ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જનું સાંજે નિધન થયું છે. એમજી જ્યોર્જ, મથાઈ જ્યોર્જ જ્યોર્જ મુથૂટ તરીકે પણ જાણીતા હતા, તે પોતાના પરિવારની ત્રીજી પેઢીના ઉદ્યોગપતિ હતા. તેમનું 72 વર્ષની વયે નિધન થયું છે. પોતાના માતા-પિતા પાસેથી બિઝનેસ સંભાળ્યા બાદ જોર્જ મુથૂટ ગ્રુપના અધ્યક્ષ બન્યા હતા.
2 નવેમ્બર 1949નના કોઝેનચેરી,પઠાનમથિટ્ટામાં જન્મેલા જ્યોર્જ છ મલયાલીમાંથી એક હતા, જેણે ગત વર્ષે ફોર્બ્સ પત્રિકાના રિચ લિસ્ટમાં જગ્યા બનાવી હતી. ફોર્બ્સ એશિયા મેગેઝીનના તેમને 2011માં ભારતના 50 સૌથી અમીર શખ્સ તરીકે ગણાવ્યા અને તેમની રેન્કિંગ ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી પૈસાદારની યાદી 2019 અનુસાર ભારતમાં 44માં સૌથી અમીર વ્યક્તિ હતા.
જ્યોર્જ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) અને FICCI કેરલ રાજ્યના અધ્યક્ષની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય પણ હતા.
MG George Death: Muthoot ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જનું નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 10:53 PM (IST)
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુથૂટ ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જનું સાંજે નિધન થયું છે. એમજી જ્યોર્જ, મથાઈ જ્યોર્જ જ્યોર્જ મુથૂટ તરીકે પણ જાણીતા હતા,
તસવીર ટ્વિટર
- - - - - - - - - Advertisement - - - - - - - - -