માઈક્રોસોફ્ટ (Microsoft) ના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક બિલ ગેટ્સ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેણે પોતે એક ટ્વીટ દ્વારા આપી છે. જો કે આ દરમિયાન તેણે કુલ ચાર ટ્વિટ કર્યા હતા. આમાં, તેના કોરોના ચેપ, રસી વિશે માહિતી આપવામાં આવી છે.
બિલ ગેટ્સે (Bill Gates) પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હળવા લક્ષણો અનુભવી રહ્યો છું. તેણે કહ્યું કે જ્યાં સુધી હું સંપૂર્ણ સ્વસ્થ નહીં થઈ જાઉં ત્યાં સુધી હું આઈસોલેશનમાં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું.
તેણે ટ્વીટ કર્યું, "હું ભાગ્યશાળી છું કે હું કોરોનાની રસી મેળવી અને તેનો બૂસ્ટર ડોઝ પણ લીધો. અમારી પાસે કોરોના ટેસ્ટિંગ અને મેડિકલ કેર માટે સારી સુવિધાઓ છે."
ગેટ્સે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, "ગેટ્સ ફાઉન્ડેશનની ટીમો બે વર્ષમાં પ્રથમ વખત એકત્ર થઈ રહી છે, અને હું ભાગ્યશાળી છું કે દરેકને જોવાની અને તેમની મહેનત બદલ તેમનો આભાર માનવાનો મોકો મળ્યો." અમે અમારા ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું અને આપણામાંથી કોઈને ફરીથી રોગચાળાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરીશું."
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill & Melinda Gates Foundation)એ વિશ્વની સૌથી પ્રભાવશાળી ખાનગી ફાઉન્ડેશનોમાંની એક છે, જેની કુલ સંપત્તિ આશરે $65 બિલિયન છે. બિલ ગેટ્સ રોગચાળાને રોકવા માટે લેવામાં આવતા પગલાંના સમર્થક રહ્યા છે. ખાસ કરીને ગરીબ દેશોમાં તેઓ લોકોને રસી અને દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહ્યા છે.
ગેટ્સ ફાઉન્ડેશને ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તે ઓછી આવક ધરાવતા દેશોમાં દવા ઉત્પાદક મર્કની એન્ટિવાયરલ કોવિડ-19 ગોળીના સામાન્ય સંસ્કરણને લાવવા માટે $120 મિલિયનનો ખર્ચ કરશે.