Aadhaar Mobile Number changed: હાલમાં આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, તેથી જ આધારમાં દાખલ કરેલી તમામ વિગતોને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે એ જાણવું જરૂરી છે કે તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે. નોંધનીય છે કે આધારની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂર છે.  ઉપરાંત આધાર કાર્ડ સાથે એક મોબાઈલ નંબર પણ લિંક થયેલો હોય છે, જેના પર આધાર સાથે જોડાયેલા OTP આવે છે. જો કે ઘણી વખત લોકો કોઈ કારણોસર તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલવા માંગે છે. તમે પણ નંબર બદલવા માંગો છો તો સરળ પ્રોસેસ કરી બદલી શકો છો.  



આધાર કાર્ડ સાથે લિંક  મોબાઈલ નંબર આ રીતે બદલો 
 
દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ સાથે લિંક હોય છે. એટલે જો કોઈ કારણોસર તમે તે બદલવા માંગતા હોય તો આ માટે તમારે પહેલા તમારા નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે.


આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ફોર્મ લેવું પડશે, જણાવી દઈએ કે આ ફોર્મને કરેક્શન ફોર્મ કહેવામાં આવે છે. આ ફોર્મમાં તમારે જરૂરી માહિતી દાખલ કરવી પડશે, જેમ કે આધાર નંબર, નામ, સરનામું સાથે મોબાઇલ નંબર જે આધાર સાથે લિંક કરવાનો રહેશે.


ફોર્મ ભરતી વખતે એકવાર મોબાઈલ નંબર ચેક કરો એ બાદ આ ફોર્મ સંબંધિત અધિકારીને આપો અને તેઓ તમારું બાયોમેટ્રિક લઈ જશે. આ પછી તમારો નવો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થઈ જશે.


નોંધનીય છે જે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે લગભગ 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.


તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર/આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લો. તમે uidai.gov.in પર "લોકેટ એનરોલમેન્ટ સેન્ટર" પર ક્લિક કરીને નજીકના આધાર કેન્દ્ર માટે તપાસ કરી શકો છો.


- મોબાઈલ નંબર બદલવા માટે આધાર હેલ્પ એક્ઝિક્યુટિવ તમને ભરવા માટે એક ફોર્મ આપશે. આધાર અપડેટ/સુધારણા ફોર્મ ભરો.


તમારા ફોર્મને ફરીથી તપાસો અને આધાર એક્ઝિક્યુટિવને સબમિટ કરો.   અપડેટ માટે તમારી પાસેથી ન્યૂનતમ 50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આધાર એક્ઝિક્યુટિવને ફી ચૂકવો.


- ટ્રાન્ઝેક્શન પછી, આધાર એક્ઝિક્યુટિવ અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) ધરાવતી સ્વીકૃતિ સ્લિપ આપશે.



- તમે તમારી અરજીની સ્થિતિ તપાસવા માટે આપેલ URN નો ઉપયોગ કરી શકો છો.


સ્ટેટસ ચેક કરવા myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો અને ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ પર ક્લિક કરો. તમારો URN નંબર અને કેપ્ચા દાખલ કરો.


ઉલ્લેખનીય છે કે, તમારો મોબાઈલ નંબર 90 દિવસની અંદર UIDAI ડેટાબેઝમાં અપડેટ કરવામાં આવશે.