મુંબઈઃ મોબાઈલ પેમેન્ટ નેટવર્ક મોબિક્વિકે રેલવે ટિકિટની તત્કાલ બુકિંગમાં ઈ-કેશ પેમેન્ટ માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન સાથે કરાર કર્યો છે. મોબિક્વિકના સહ સ્થાપક ઉપાસના ટાકૂએ આ વાતની જાણકારી આપી છે.


તેમના જણાવ્યા અનુસાર, મોબિક્વિકે આઈઆરસીટીસી એપ અને આઈઆરસીટીસી ફૂડઓન ટ્રેક એપર પર પેમેન્ટના ડિજિટલાઈઝેશન માટે ભારતીય રેલવે સાથે કરાર કર્યા હતા. હવે અમે ટિકિટની તત્કાલ ઓનલાઈન બુકિંગ માટે કરાર કરી રહ્યા છીએ જેનાથી ગ્રાહક તરત જ ટિકિટ બુક કરી શકશે. આ સર્વિસ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકની બુકિંગ ચૂકવણીમાં મોડુ થવાને કારણે રિજેક્ટ ન થાય.

મોબિક્વિકનું કહેવું છે કે, આ કરારથી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગનો લોડ ઓછોકરવામાં મદદ મળશે. તેની સાથેજ પ્રવાસીઓ માટે એ સુનિશ્ચિત રહેશે કે તેનું બુકિંગ પેમેન્ડમાં મોડું થવાને કારણે રિજેક્ટ નહીં થાય.

સરેરાશ આધારે ભારતીય રેલવેની 15 ટકાથી વધારે દૈનિક ટિકિટ તત્કાલ બુક કરવામાં આવે છે. મોબિક્વિકનું કહેવું છે કે, તેના ગ્રાહકો આ સુવિધા અંતર્ગત તત્કાલ ટિકિટ માટે 2 સેકન્ડમાં પેમેન્ટ કરી શકશે.

મોબિક્વિકના માધ્યમથી ચૂકવણીને કારણે આઈઆરસીટીસી પર પ્રતિ મિનિટ બુક થનારી હજારો ટિકિટની તત્કાલક ઓનલાઈન બુકિંગની પ્રક્રિયા સરળ થઈ જશે. ભારતીય રેલવે કેટરિંગ, પર્યટન અને ઓનલાઈન ટિકિટિંગનું સંચાલન કરે છે.