5G Spectrum Auctioning: 5G સ્પેક્ટ્રમની હરાજી કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ કુલ રૂ. 88,078 કરોડમાં 5G સ્પેક્ટ્રમ હસ્તગત કરવા માટે બોલી લગાવી છે. ભારતી એરટેલે રૂ. 43,084 કરોડ, વોડાફોન આઇડિયાએ રૂ. 18,799 કરોડ અને અદાણી જૂથે માત્ર રૂ. 212 કરોડના સ્પેક્ટ્રમ માટે બોલી કરી છે. ટેલિકોમ મંત્રી અશ્વની વૈષ્ણવે આ જાણકારી આપી છે.


 







સાત દિવસની 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી છે. જેમાં એકલા રિલાયન્સ જિયોનો હિસ્સો 59 ટકાની નજીક છે. રિલાયન્સ જિયોએ રૂ. 88,078 કરોડના 5G સ્પેક્ટ્રમ માટે બોલી કરી છે. રિલાયન્સ જિયો 700 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે તમામ 22 સર્કલમાં ટોચની બિડર રહી છે. Jio એ કુલ 24,740 MHz સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે. ભારતી એરટેલે 19,867 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે રૂ. 43,084 કરોડની બોલી કરી છે. વોડાફોન આઈડિયાએ રૂ. 18,799 કરોડના 5G સ્પેક્ટ્રમ માટે બોલી કરી છે. અદાણી ગ્રુપના અદાણી ડેટા નેટવર્ક્સે 5G સ્પેક્ટ્રમના 400 MHz માટે રૂ. 212 કરોડની બોલી કરી છે.


ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે  કહ્યું કે સરકાર દ્વારા ઓફર કરવામાં આવેલા 5G સ્પેક્ટ્રમમાંથી 71 ટકા સ્પેક્ટ્રમ વેચાઈ ચૂક્યું છે. સરકારે બ્લોક પર 72,098 MHz સ્પેક્ટ્રમ મૂક્યું હતું, જેમાંથી 51,236 MHz સ્પેક્ટ્રમ વેચવામાં આવ્યું છે અને કુલ રૂ. 1,50,173 કરોડની બોલી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 ઓગસ્ટ, 2022 સુધીમાં સ્પેક્ટ્રમની ફાળવણી પૂર્ણ થઈ જશે. અને ખરીદેલ સ્પેક્ટ્રમની રકમ સાથે દેશભરમાં 5G મોબાઇલ સેવા શરૂ કરી શકાય છે.


ટેલિકોમ મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે 5G સ્પેક્ટ્રમની સફળ હરાજી દેશના ટેલિકોમ સેક્ટર માટે સારો સંકેત છે. તમને જણાવી દઈએ કે ટેલિકોમ સેક્ટરમાં પહેલીવાર પ્રવેશ કરી રહેલી રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા નેટવર્ક્સે 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો છે.