રિલાયન્સના સ્ટોકમાં આવેલ કડાકા બાદા કંપનીની માર્કેટ વેલ્યૂ ઘટવાની સાથે સાથે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ એક જ દિવસમાં મોટો ઘટાડો નોંધાયો હતો. શેરમાં કડાકો બોલી જતા મુકેશ અંબાણીની સંપત્તિ એક જ દિવસમાં 7 બિલિયન ડોલર જેટલી ઘટી ગઈ હતી જે ભારતીય રૂપિયા પ્રમાણે 50,000 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
દિવસના અંતે રિલાયન્સનો શેર 8.62 ટકાના ઘટાડા સાથે 1877.30ની સપાટી પર બંધ રહ્યો હતો. 12 મે બાદ દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત 20 જુલાઈ બાદજ પ્રથમ વખત કંપનીનો શેર તેના નીચલા સ્તર પર પહોંચ્યો છે. આ ઘટાડાના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાજો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ માર્ચ બાદ પ્રથમ વખત મુકેશ અંબાણીની સંપત્તિમાં આટલો મોટો ઘટાડો થયો છે.
રિલાયન્સના શેરમાં બોલેલા કડાકા પાછળનું કારણ કઇંક અલગ છે. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ રિલાયન્સ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા મુજબ મુકેશ અંબાણી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ છે. લંડનમાં આ સર્જરી બાદ તેના વજનમાં 30 કિલો ઘટાડો પણ થયો છે. જો આ સમાચાર પબ્લિશ થયા હોત તો માર્કેટમાં ઉથલપાથલ મચી જાત. આ કારણે અંબાણી પરિવાર આઇપીએલમાં પણ જોવા મળ્યો નથી.