Multibagger stocks: વર્ષ 2021માં અનેક પેની સ્ટોક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં અનેક શેરે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. સૂરજ ઈન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને 6500 ટકા વળતર આપ્યું છે.


એક વર્ષમાં  જ આપ્યું આટલું વળતર


સૂરજ ઈન્ડસ્ટ્રીઝનો શેર 19, ઓગસ્ટ 2020ના રોજ બીએસઈ પર 1.18 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. 3 ડિસેમ્બર 2021ના રોજ કંપનીનો શેર 78.15 રૂપિયાના સ્તરે બંધ થયો છે. આ દરમિયાન રોકાણકારોને 6500 ટકા વળતર આપ્યું છે.


6 મહિનામાં 2.24 થી થયો 78.15


છેલ્લા એક વર્ષથી પેની સ્ટોકમાં ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં આ સ્ટોક 32.80થી વધીને 78.15 થયો છે. આ સમયગાળામાં શેરે લગભગ 140 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર પેની સ્ટોકની કિંમત રૂ. 2.24થી વધીને રૂ.78.15ના સ્તર સુધી પહોંચી છે. આશરે 3400 ટકા વધારો થયો છે.


1 લાખ બની જાત 40 લાખ


સુરજ ઈન્ડસ્ટ્રીના સ્ટોકમાં જો કોઈ રોકાણકારેએક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોય તો આજે 2.40 લાખ થઈ જાત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત તો રૂ.35 લાખ થઈ જાત. જો કોઈ રોકાણકારે 2021ની શરૂઆતમાં એક લાખનું રોકાણ કર્યુ હોત તો આજે આ મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણ 40 લાખ થઈ ગયું હોત.


આ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં 1.18 રૂપિયાના ભાવે પેની સ્ટોકમાં એક લાખનું રોકાણ કર્યુ હોત તો આજે 66 લાખ રૂપિયા થઈ ગયા હોત.


Disclaimer: અહીંયા જાણકારી માત્ર માહિતીના હેતુથી આપવામાં આવી છે. માર્કેટમાં રોકાણ જોખમોને આધિન હોય છે તે બતાવવું જરૂરી છે. રોકાણકાર તરીકે રૂપિયા લગાવતાં પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. એબીપી ન્યૂઝ ક્યારેય કોઈપણ પ્રકારના રૂપિયા ક્યાંય લગાવવાની સલાહ આપતું નથી.