nps premature withdrawal rules: રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) એક શાનદાર રિટાયરમેન્ટ પ્લાન છે, જેમાં સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર સુધી ફંડ લોક રહે છે. ખાસ કરીને ટેક્સ બચાવવા માટે આમાં રોકાણ કરતા ખાનગી કર્મચારીઓ ઈમરજન્સી વખતે સમય પહેલાં પૈસા ઉપાડવાનું વિચારતા હોય છે. પરંતુ સાચા નિયમોની જાણકારી ન હોવાને કારણે તેઓ ઘણીવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. અમુક ચોક્કસ શરતોને આધીન તમે 60 વર્ષ પહેલાં પણ આ એકાઉન્ટ બંધ કરીને પૈસા ઉપાડી શકો છો (પ્રિ-મેચ્યોર એક્ઝિટ). આજે આપણે NPS માંથી પૈસા ઉપાડવાના 2.5 લાખ અને 5 લાખ રૂપિયાની લિમિટના સાચા નિયમો અને ઘરે બેઠા ઓનલાઈન પૈસા ઉપાડવાની પ્રોસેસ વિશે વિગતે જાણીશું.

Continues below advertisement

2.5 લાખ સુધીના ફંડનો શું છે નિયમ?

જો તમારા NPS એકાઉન્ટમાં જમા થયેલી કુલ રકમ 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે, તો તમે સમય પહેલાં એકસાથે પૂરેપૂરી રકમ ઉપાડી શકો છો. આ સ્થિતિમાં તમારે કોઈ પેન્શન (એન્યુઇટી) પ્લાન ખરીદવાની જરૂર રહેતી નથી. પરંતુ અહી એક ખાસ શરત એ છે કે, જો તમારું ફંડ 2.5 લાખ રૂપિયાથી 1 રૂપિયો પણ વધારે હશે, તો તમને પૂરી રકમ એકસાથે રોકડમાં નહીં મળે.

Continues below advertisement

2.5 લાખથી વધુ ફંડ હોય તો શું થશે?

જો તમારી જમા રકમ 2.5 લાખથી વધુ છે અને તમે 60 વર્ષ પહેલાં પૈસા ઉપાડવા માંગો છો, તો નિયમ મુજબ તમારે તે રકમના ઓછામાં ઓછા 80% હિસ્સાનું પેન્શન (એન્યુઇટી) પ્લાનમાં રોકાણ કરવું ફરજિયાત છે. તમે એકસાથે માત્ર 20% રકમ જ રોકડ તરીકે ઉપાડી શકશો.

5 લાખની લિમિટનું સત્ય સમજી લો

મોટાભાગના લોકોને એવી ગેરસમજ હોય છે કે 5 લાખ રૂપિયા સુધીનું ફંડ હોય તો પણ પૂરા પૈસા ઉપાડી શકાય છે. પરંતુ આ વાત સાવ ખોટી છે. હકીકતમાં, 5 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ ઉપાડનો નિયમ 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ (સામાન્ય એક્ઝિટ વખતે) લાગુ પડે છે, સમય પહેલા (પ્રિ-મેચ્યોર) ઉપાડ માટે આ નિયમ લાગુ પડતો નથી.

આ પણ વાંચોઃ NPS વાત્સલ્યના નવા નિયમો: હવે બાળકોના આ કામ માટે પૈસા ઉપાડી શકાશે, PFRDA ની મોટી રાહત

પૈસા ઉપાડવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

હવે NPS માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા એકદમ સરળ અને સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે. આ માટે તમારે CRA (પ્રોટીન - Protean) પોર્ટલ પર લોગ-ઈન કરીને 'એક્ઝિટ ફ્રોમ NPS' (Exit from NPS) નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

અરજી કરતી વખતે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ તરીકે તમારું આધાર કાર્ડ, PAN કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો અપલોડ કરવાની રહેશે. આ પછી OTP અથવા આધાર ઈ-સાઇન દ્વારા તમારું વેરિફિકેશન પૂર્ણ કરો. તમારી અરજી સબમિટ થયાના માત્ર 3 વર્કિંગ દિવસની અંદર પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

આ પણ વાંચોઃ NPS માંથી પૈસા ઉપાડતા પહેલા સાવધાન! નિયમો બદલાયા, એક નાની ભૂલ નિવૃત્તિ પર ભારે પડશે