મુંબઈ: જે ગ્રાહકો ઓનલાઈન મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. પહેલા તમે બેંકના સમયે જ NEFTનો ઉપયોગ કરી શકતાં હતા જોકે આજથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે NEFTની સુવિધા સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાક મળવાની શરૂઆત થઈ ગઈ છે.
NEFT ટ્રાન્ઝેક્શન રજાના દિવસો સહિત દરરોજ કરી શકાશે અને તેમાં એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકાશે. તેવું રિઝર્વ બેન્કના એક નિવેદનમાં જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, પાનકાર્ડને આ વર્ષે 31 ડિસેમ્બર સુધી આધાર સાથે જોડવું ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે રવિવારે તે અંગે સૂચના જારી કરી હતી.
તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન NEFTનો ઉપયોગ કરો છો તો તમારા મારે આવ્યા છે સારાં સમાચાર? જાણો શું છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Dec 2019 08:23 AM (IST)
આજથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે NEFTની સુવિધા સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાક મળવાની શરૂઆત થઈ ગઈ
- - - - - - - - - Advertisement - - - - - - - - -