નવી દિલ્હી: જાપાની ઓટોમેકર હોન્ડાએ ભારતમાં પોતાની નવી કાર Honda Civic લોન્ચ કરી છે. કંપનીએ 2012માં 8th જનરેશન Civic બંધ કરી હતી. ત્યરબાદ હવે 10 th જનરેશન મોડલ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું બુકિંગ પણ ફેબ્રુઆરીથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.


કંપની મુજબ, Civic લાઈન અપ 170 દેશોમાં વેચવામાં આવે છે. કંપનીએ સમગ્ર દુનિયામાં 2.5 કરોડ Civic વેચી છે. જેને 46 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત વેચાણ થઈ રહ્યું છે. કંપની મુજબ નવી Civicનું માત્ર 20 દિવસમાં 1100 બુકિંગ થયું છે.

ફર્સ્ટ જનરેશન Civic 1972માં લોન્ચ થઈ હતી જે 1979 સુધી ચાલી હતી. ત્યારબાદ બીજી જનરેશન આવી હતી. થર્ડ જનરેશન 84માં લોન્ચ થઈ, જ્યારે ચોથી જનરેશન 87માં હવે નવી Civic 10th જનરેશન આવી છે.

2019 Honda Civic ના ફિચર્સની વાત કરવામાં આવે તો ટોપ મોડલમાં 7 ઈંચનું ટચ સ્ક્રીન ઈનફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કારમાં ડ્યૂઅલ ઓટોમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ આપવામાં આવ્યું છે. રિમોટ એન્જીન સ્ટાર્ટ સાથે તેમાં એન્જીન સ્ટાર્ટ સ્ટોપ બટન પણ આપવામાં આવ્યું છે.

2019 Honda Civic અલગ-અલગ પાંચ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ એક નવો પ્લેટિનમ વાઈટ પર્લ કલર પણ લોન્ચ કર્યો છે. ઈન્ટિરિયરની વાત કરવામાં આવે તો લેધર અને પ્રીમિયમ ફેબરિક કોમ્બિનેશન આપવામાં આવ્યું છે.

Honda Civicની ડિઝાઈનની વાત કરવામાં આવે તો બહારથી ખૂબ જ શાનદાર લાગે છે. કારની આગળ અને પાછળનો ભાગ એકદમ અલગ બનાવવામાં આવ્યો છે. 18 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

એન્જીનની વાત કરવામાં આવે તો પેટ્રોલમાં 1.8 લીટર iVTEC એન્જીન છે જે 139bhp નું છે અને 174nm ટોર્ક આપે છે. ડીઝલ એન્જીન 1.6 લીટરનું છે અને i-DTEC છે. આ 118bhp નું છે અને 300Nm ટોર્ક જનરેટ કરે છે.

Honda Civic 2019 Price List

Petrol
V CVT: Rs. 17,69,900
VX CVT: Rs. 19,19,900
ZX CVT: Rs. 20,99,900

Diesel
VX MT: Rs. 20,49,900
ZX MT: Rs. 22,29,900

વાંચો : AUDI એ ભારતમાં લોન્ચ કરી લાઇફસ્ટાઇલ એડિશન, જાણો શું છે કિંમત