વિદેશથી ભારત આવનારા લોકો માટે નવા નિયમ
- વિદેશતી આવનાર તમામ પ્રવાસીઓએ કોવિડ-19 માટે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ પ્રવાસ પહેલા ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર ભરવાનું રહેશે.
- પ્રવાસીઓએ નવી દિલ્હી એરપોર્ટના ઓનલાઈન પોર્ટલ પર ડેક્લેર્શન ફોર્મની સાથે પ્રમાણિત RT-PCRનો નેગેટિવ કોરના રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.
- કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પ્રવાસ શરૂ કર્યાના 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે.
- માત્ર લક્ષણ વગરના પ્રવાસીઓને જ થર્મલ સ્ક્રીનિંગ બાદ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.
- નેગેટિવ રિપોર્ટ વગર ભારત પહોંચવા પર પરિવારમાં કોઈનું પણ મૃત્યુના સમયે મુસાફરીની મંજૂરી હશે.
- છૂટ મેળવવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પોર્ટલ પર પ્રવાસના 72 કલાક પહેલા અરજી કરવાની રહેશે.
- આ નિયમ સમુદ્રી માર્ગે પ્રવાસ કરનાર પર પણ લાગુ થશે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો લાભ નહીં લઈ શકે.
- બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકાથી પહોંચનારા પ્રવાસીઓને કંપની તરફથી વિમાનમાં અલગ કરવાના રહેશે.
- બ્રિટન, યૂરોપ અથવા દક્ષિણ એશિયાથી ભારત પહોંચવા પર મુસાફરોને ખુદના ખર્ચે મોલીક્યૂલર તપાસ કરવી જરૂરી રહેશે.
- એરપોર્ટથી બહાર નીકળતા પહેલા પ્રવાસીએ પોતાના સેમ્પલ નક્કી ક્ષેત્ર પર આપવા પડશે.
- રિપોર્ટ નેગેટિવ થવા પર તેમને 14 દિવસ માટે સ્વાસ્થ્યની ખુદ મોનીટરિંગની સલાહ આપવામાં આવશે.
- જો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેને નક્કી સ્વાસ્થ્ય પ્રોટોકોલ અનુસાર સારવાર કરાવવાની રહેશે.
- પ્રવાસ શરૂ કરતા પહેલા તમામ પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવની સલાહ આપવામાં આવે છે.
- વીમાનમાં પ્રવાસ દરમિયાન મુસાફરો પાસે સામાજિક અંતર રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે.